Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સાત દર્દીઓના મૃત્યુ

૪૮ કલાક ગેસની ભઠી સતત ચાલુ રહેતા બ્લાસ્ટ થતા બંધ પાણીની મોટર બગડી જતા નવી નખાય લાકડાઓ મોંઘાઃ અંતિમવીધી કરવા આવનાર સ્મશાનમાં કોઈપણ વ્યવસ્થા ન હોવાથી ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) તા.૧૫: ગીર સોમનાથ જીલ્લામાં કોરોના ડર અને ભય સાથે દર્દીઓ વધતા  જાય છે સીવીલ હોસ્પીટલમાં ૬૭ દર્દીઓ દાખલ થયેલ છે સાતના

મૃત્યુ થયેલ હોય તેમ જાણવા મળેલ છે તેમાં કોડીનાર ના એક ડોકરટ નો સમાવેશ થાય છે ગેસ ની ભઠી પણ બંધ થઈ જતા હાલાકી સર્જાયેલ છે અન્યય વ્યવસ્થાઓ પણ મહા મુશ્કેલીએ મળતી હોય તેથી ભારે રોષ વ્યાપેલ છે

ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ૬૭ દર્દીઓ સારવાર લઈ રહેલ છે ઓકસીજન ની અછત હોવાથી ૧૦૦ બેડ ની વ્યવસ્થા હોવા છતા દર્દીઓનો સમાવેશ કરી શકાતો નથી સાંજે૭ વાગ્યા સુધીમાં સાત દર્દીઓના મૃત્યુ થયેલ હોય તેવું આધારભુત રીતે જાણવા મળેલ છે તેમાં કોડીનાર માં છેલ્લા ૩૦ વર્ષથી આંખ ના  નિષ્ણાંત ડો.મુકેશ દરજી(પરમાર) નું પણ મૃત્યુ થયેલ હતું તે અનેક  સેવાકી સંસ્થાઓ સેવા આપતા હતા હજારો નેત્રયજ્ઞ માં સેવા આપેલ છે રામ મંદિર માટે રૂ.પ૧૦૦૦ દાન માં આપેલ હતા જયાં પણ જરૂરહોય ત્યાં ખડેપગે સેવા આપતા હતા તેનું કોરોના મૃત્યુ થતા ગમગમી ફેલાયેલ છે.

 પવિત્ર ત્રીવેણી સ્મશાન ઘાટે સતત મૃતદેહ આવતા ગેસ ની ભઠી માં બ્લાસ્ટ થતા ભઠી બંધ થઈ ગયેલ છે જેથી લાકડાઓમાં મૃતદેહની અંતિમ વીધી કરાઈ છે પાણીની મોટર બગડી જતા અંતિમવીધીકરનારાઓ ડોલે ડોલે પાણી ભરવું પડતું હતું તેથી અમુક ને અધુરૂ મુકીને જવું પડે છે લાકડાઓ મોંઘા છે અતિમવીધી માટે આવનાર કહે છેકે માનવતા મરી પરવરી છે જીવતા હોય ત્યારે શાંતિ નથી મળતી મર્યા  પછી પાણી મળતું નથી આ સ્મશાન ઘાટમાં તાત્કાલીક દરેક વ્યવસ્થા થાય તે માટે સેવાભાવી સંસ્થાઓ સેવા કરવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે.

(1:00 pm IST)