Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પડધરીમાં ૩૦ મી સુધી સ્વૈચ્છીક લોકડાઉન

ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને વેપારી એસોસીએશની મીટીંગમાં નિર્ણય

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૧૪: પડધરી ગ્રામ પંચાયત કચેરી ખાતે  હાલની કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જુદા જુદા વેપારી એસોસીએશનના પદાધિકારી તેમજ ગ્રામ પંચાયતના પદાઅધિકારીની મીટીંગ મળી હતી.

જેમાં પડધરીમાં તા. ૧પથી તા.૩૦ સુધી સવારથી બપોરના ર વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. ત્યાર બાદ બપોરના ર વાગ્યાથી સ્વૈચ્છીક સંપુર્ણ લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જયારે દુધની ડેરી માત્ર દુધ વિતરણ માટે સાંજના ૭ થી ૯ રાખી શકાશે.  સ્વૈચ્છીક લોક ડાઉનનો અમલ કરવા તમામ એસોસીએશનના હોદેદારો તેમજ પંચાયતના પદા અધિકારીઓ દ્વારા સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે. મળી ગયેલ મીટીંગમાં સર્વશ્રી ડો.વિજયભાઇ પરમાર (પુર્વ સરપંચશ્રી) ચેતનસિંહ જાડેજા (ઉપસરપંચ) અજીતભાઇ ડોડીયા, હઠુભા જાડેજા, અશોકભાઇ રાઠોડ, અરવિંદભાઇ મણીયાર, રાજ બુધ્ધદેવ, આનંદભાઇ કોટક, રાહુલભાઇ કોટક, દીપેશભાઇ પરમાર, જીતેશભાઇ ડોબરીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:59 pm IST)