Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જુનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ર.૭૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો સી ડીવીઝન પોલીસનો સપાટો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૫: રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા જુનાગઢ વિભાગ તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.પી.જે.બોદરને ખાનગી રાહે હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી મેઇન રોડ ઉપર રહેતો બીજલ કારાભાઇ કોડીયાતર રબારી પોતાના કબ્જા ભોગવટાના  મકાને પરપ્રાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. તેવી હકીકત મળતા  સદરહું જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાનમાં તપાસ કરતા ડેલા સામે એક ઢાળીયુ આવેલ તેની બાજુમાં એક મકાન બનતું હોય જેની ખુરશી ભરેલ જેથી બાજુમાં ગલીમાં કપડુ ઢાંકેલ હોય જેથી કપડુ હટાવી જોતા તેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ પેટી નંગ-પ૧ કુલ બોટલ નંગ ૬૧ર કુલ કિ. રૂ. ર,૫૮,૦૦૦નો તથા બીયરની પેટી નંગ પ બીયર ટીન નંગ ૧ર૦ કિ. રૂ. ૧ર,૦૦૦ નો મળી કુલ કિ. રૂ. ર,૭૦,૦૦૦ નો મુદામાલ  મળી આવી આ રેઇડ દરમ્યાન સ્થળ ઉપર આરોપી હાજર નહી મળી આવી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી કરી કરવામાં આવેલ.

બીજલભાઇ કારાભાઇ કોડીયાતર રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી મેઇન રોડ ડો.વ્યાસ દવાખાના સામે ફરાર થઇ ગયેલ છે.

આ કામગીરીમાં જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી પી.જે.બોદર તથા એ.એસ.આઇ. એન.વી.રામ તથા પો.હેડ કોન્સ. એમ.બી.મકવાણા, કે.એન.જોગીયા તથા પો.કોન્સ. સંજયભાઇ સીસોદીયા, ગોવિંદભાઇ પરમાર, ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાંત, રોહીતભાઇ ધાધલ, અમરાભાઇ ભીંટ, ભાવીકભાઇ કોદાવાલા, ભગવાનજીભાઇ વાઢીયા, મહિલા પોલીસ પ્રિયંકાબેન બલદાણીયા, ડ્રા. પો.કોન્સ. મહેશભાઇ ઝીલડીયા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:57 pm IST)
  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST

  • આંધ્રમાં કોરોના બેફામ બન્યો આકરા પગલાં તોળાઇ રહ્યા છે : આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના વધતાં કેસોને જોતાં સી.એમ. જગન મોહન રેડ્ડીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. access_time 5:52 pm IST

  • હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં કોરોનાથી નિધન: હરિદ્વારમાં કુંભ મેળામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 1701 નવા કેસ મળ્યા: કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2000 સુધી વધી શકે access_time 12:04 am IST