Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પોરબંદર ગ્રામ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાય નહીં તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૫ :. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જતુ હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં આરટીપીસીઆર ટેસ્ટ થતા ન હોય મુશ્કેલી પડે છે. ગ્રામ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ સુવિધા શરૂ ન કરાય તો આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા અપાઈ છે.

અત્યારે કોરોનાની મહામારીની જિલ્લાની પરિસ્થિતિ વિકટ છે ત્યારે કુતિયાણા રાણાવાવ, માધવપુર, અડવાણા આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ જાતની દર્દીની કોરોનાના દર્દી માટે આરટીપીસીઆર ટેસ્ટ ના થતા હોય અને દર્દીને આજુબાજુના જિલ્લામા ટેસ્ટીંગ માટે મોકલવામા આવતા હોય અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ બેદરકારી હોય તે સામે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, તીર્થરાજભાઈ બાપોદરા ઉ.પ્રમુખ ગુજરાત પ્રદેશ એનએસઆઈ, કિશન રાઠોડ જિલ્લા પ્રમુખ એનએસયુઆઈ પોરબંદર, દેવાંગ હુણ પ્રમુખ માલધારી સેલ પોરબંદર, અશોકભાઈ વાળા પોરબંદર બક્ષીપંચ પ્રમુખ પોરબંદર દ્વારા રજૂઆત કરતા ૨ દિવસ પછી રોજના ૭૫૦ કેસ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી અને જો આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(12:50 pm IST)