Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબીમાં ગુજરાત ગેસ દ્વારા પેરા મેડીકલ સ્ટાફ અને ઓકિસજન સાથેની એમ્બ્યુલન્સ ફાળવાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબીમાં કોરોના મહામારી બેકાબુ બની છે ત્યારે મોરબી સિરામિક એસોની માંગણીને ધ્યાને લઈને ગુજરાત ગેસ દ્વારા પેરા મેડીકલ સ્ટાફ અને ઓકસીજન સાથે મોરબીમાં એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક એસોને એમ્બુલન્સ ફાળવવામાં આવી છે પેરા મેડીકલ સ્ટાફ અને ઓકસીજન સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું સંચાલન મોરબી સિરામિક એસો દ્વારા કરવામાં આવશે મોરબીના તમામ લોકો માટે દર્દીને જરૂરિયાત મુજબ પ્રાયોરીટી મુજબ આપવામાં આવશે.

મોરબી સિરામિક એસો ટીમનો મોબાઈલ ૯૯૭૯૪ ૪૨૮૯૦ નંબર ઉપર કોન્ટેકટ કરવાનો રહેશે. આ સેવા તદ્દન ફ્રી રહેશે મોરબીમાં ફકત કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવશે તેમ સિરામિક એસો દ્વારા જણાવ્યું છે.

(12:47 pm IST)
  • ગુજરાતથી મહારાષ્ટ્ર એમપીની એસટી બસ સેવા બંધ કરાઈ : ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એસટી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. access_time 5:49 pm IST

  • ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે : આવતીકાલ ગુરુવારે 18 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન : મીડિયા પર પંચાયતની ચૂંટણી મોકૂફ કરવાની ચાલી રહેલી અફવા ઉપર પૂર્ણવિરામ access_time 8:35 pm IST

  • આંધ્રમાં કોરોના બેફામ બન્યો આકરા પગલાં તોળાઇ રહ્યા છે : આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના વધતાં કેસોને જોતાં સી.એમ. જગન મોહન રેડ્ડીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. access_time 5:52 pm IST