Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટ-જૂનાગઢના ૩ બુકી ઝડપાયા

મોરબી,તા.૧૫: જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સૂચનાથી એલ.સી.બી.ના પી.આઇ. વી.બી.જાડેજા તાજેતરમાં ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટે રમી રમાડતા શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ, તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા વોચમાં હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે શકત શનાળા થી સજજનપર ધુનડા જવાના રસ્તા ઉપર વિજય ઉર્ફે વિજલો રાજેશભાઇ લુહાણા તેના મળતીયાઓ સાથે મોબાઇલ ફોન દ્વારા સ્કોડા કાર નંબર ઞ્થ્,૦૧ ધ્ય્ ૦૦૨૯ વાળીમાં આવી શકત શનાળા આજુબાજુ રોડ સાઇડમાં કાર પાર્ક કરી તેમજ ચાલુ ગાડીમાં તાજેતરમાં ચાલતી IPL ટી-20 ક્રિકેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ જોઈ મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના કિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતો હોય જેથી RCB & SRH ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા ૧ વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી રહે. હાલ રાજકોટ રૈયા રોડ ૨ દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઇ ધાંધલ કાઠી રહે. રાજકોટ, સંતકબીર રોડ અને હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તન્નાલુ વાણા રહે. જુનાગઢ કુલ ત્રણ શખ્સોને મોબાઇલ ફોન ૩, લેપટોપ રોકડા રૂપીયા, કાર સહીત કુલ રૂપિયા ૪,૬૭,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે

જયારે આ જુગારમાં અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યાં હતા જેમાં ૧. જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક રહે. આસ્વાદપાન વાળી શેરી મહેન્દ્રપરા મોરબી ૨. કાનો પ્રિયદર્શભાઇ ઠાકર રહે,મોરબી ૩. મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ રહે. રાજકોટ અને ૪. માલદે રમેશભાઇ ચાવડા રહે. મોરબી ખોડીયારનગર વાળાના નામ ખુલતા તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ દરોડો પાડવામાં શ્રણૂણુ પી.આઈ. વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા તમામ લોક ઉપસ્થિતી રહ્યા હતા.

તૃતીય સમૂહ લગ્ન મોકૂફ

દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજિત તૃતીય સમૂહ લગ્નનું આયોજન તા. ૩૦-૦૫-૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું જે કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે મંજુરી ના હોવાથી મોકૂફ રાખવામાં આવ્યા છે અને કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખ જાહેર કરાશે.

(12:45 pm IST)
  • ઘેર ઘેર કોરોનાના દર્દીઓ અને આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના વાઈરસ કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરન્ટી નથી : લોકોએ સારુ વિચારવું જોઈએ અને સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીને નાથવા લાંબાગાળાની વ્યવસ્થા કરવી જોઈએ: નાગપુરમાં 100 બેડવાળી કોવિડ કેન્દ્રનું ઉદ્ધાટન કરતા ગડકરીએ જણાવ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈને ખબર નથી કે ક્યાં સુધી ચાલશે access_time 11:50 pm IST

  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST

  • ગુજરાતથી મહારાષ્ટ્ર એમપીની એસટી બસ સેવા બંધ કરાઈ : ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એસટી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. access_time 5:49 pm IST