Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબીમાં સીટી સ્કેનમાં વધુ પોઇન્ટ હોય તેવા દર્દીને પણ રેમડીસીવર ઇન્જેકશન આપવા માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબી જીલ્લામાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે અને દર્દીઓની સંખ્યા સતત વધતા કોરોના દર્દી માટે જરૂરી ઇન્જેકશનની અછત વર્તાઈ રહી હોય ત્યારે માત્ર આરટીપીસીઆર ટેસ્ટ કરાવનાર દર્દીને જ નહિ પરંતુ સીટી સ્કેનમાં પણ વધુ પોઈન્ટ હોય તેવા દર્દીને ઇન્જેકશન મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ રાજયના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં રેમડીસીવર ઇન્જેકશન આરટીપીસીઆર રીપોર્ટ કરાવનાર પોઝીટીવ દર્દીને જ આપવામાં આવે છે પરંતુ મોરબીમાં સીટી સ્કેન મારફત પણ અનેક દર્દીઓ સંક્રમિત હોવાનું જાણવા મળે છે સીટી સ્કેનમાં વધુ પોઈન્ટ હોય તેવા દર્દીને કેમ ઇન્જેકશન આપવામાં આવતા નથી આવી નીતિથી દર્દીઓ પરેશાન થઇ રહયા છે જેથી જે દર્દીઓ ઓકસીજન પર છે બહાર નીકળી સકતા નથી તેને ઇન્જેકશનની જરૂરત હોય યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે આરટીપીસીઆર ટેસ્ટની માંગણી કરવામાં આવે છે તે યોગ્ય નથી અને સીટી સ્કેન કરાવનાર જરૂરિયાતમંદ દર્દીઓને પણ ઇન્જેકશન આપવામાં આવે તેવી માંગ કરી છે.

(12:43 pm IST)