Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ભાયાવદરની હાઉસીંગ સોસાયટીના મકાનમાં દરોડોઃ દારૂની ૧૬૦ બોટલ સાથે બે પકડાયા

ભાયાવદર પોલીસે પરાગ ઉર્ફે ભલીયાની ધરપકડઃ પ્રવિણસિંહ ચુડાસમાની શોધખોળઃ ૭૦ હજારની મત્તા કબજે

રાજકોટ તા. ૧પઃ ભાયાવદરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૧૬૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાયાવદર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીના એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે હાઉસીંગ બોર્ડ સોસાયટીના મકાનમાં દરોડો પાડી રૂ. ૬પ૮૬૦ ની કિંમતની દારૂની ૧૬૦ બોટલ સાથે પરાગ ઉર્ફે ભલીયો હીરાભાઇ દેલવાડીયા (ઉ.વ. ર૬) (રહે. ભાયાવદર કારડીયાવાસ) ને પકડી લીધો હતો. જયારે પ્રવિણસિંહ ભીખુભા ચુડાસમાની શોધખોળ હાથ ધરી છે.

(11:39 am IST)