Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પ્રભાસ-પાટણમાં પ્રર્વતમાન રાજય કોરોના સાવચેતી અનુલક્ષી શાકભાજી બજારનું સ્થળાંતર

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પ :.. રાજયમાં પ્રર્વતમાન કોરોના અનુલક્ષી સાવચેતીના ભાગરૂપે પ્રભાસ - પાટણ મધ્ય બજારમાં રોડ ઉપર વેંચાતી શાકભાજી બજારને દૂધપીઠના સ્થળે આજથી સ્થળાંતર કરાઇ છે.

પ્રભાસ -પાટણ પોલીસ ઇન્સ. એન. એમ. આહીરે શાકબજારમાં  પેટ્રોલીંગ કરી લોકોને સમજાવટ કરી આ પરિસ્થિતિમાં સહકાર આપવા વિનંતી તથા તાકીદ કરી હતી જેનું સુખદ ઉકેલ આવેલ છે અને કોરોના સાવચેતી સાથો-સાથ ટ્રાફીક સમસ્યા પણ મહદઅંશે ઉકેલાઇ છે.

આમ પોલીસ તંત્ર ફરજ - લોકસહકારથી પ્રશંસનીય અમલીકરણ થયું છે.

(11:38 am IST)