Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ઉના તાલુકામાં કોરોનાનું વધતું સંક્રમણઃ બિન સત્તાવાર ૧૦૦ થી વધુ કેસોનો અંદાજઃ સરકારના રેકર્ડના આંકડામાં તફાવત

એક અઠવાડિયામાં કોરોનાથી કુલ ૫ મૃત્યુ : સ્વૈચ્છિક લોકડાઉનને પ્રતિસાદ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૫: ઉના તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. સરકારના કોરોનાના કેસોના આંકડામાં તફાવત જોવા મળે છે. પંદર દિવસમાં તાલુકામાં કોરોનાના કુલ બિન સત્તાવાર કેસ ૧૦૦ થી વધુ હોવાનો અંદાજ છે.

સરકારના આંકડા મુજબ તાલુકામાં કોરોનાના કેસના કેસ ૫૦ થી પણ ઓછા દર્શાવાય છે. સરકારના રેકર્ડમાં અને વાસ્તવિક સંખ્યામાં કોરોના કેસમાં તફાવત જોવા મળે છે.

તાલુકામાં કોરોનાથી મૃત્યુ થયેલ કુલ સંખ્યા અત્યાર સુધીમાં પ પહોંચી છે. કોરોનાના વધતા કેસ અંગે સરકાર દ્વારા પુરતી તપાસ કરીને સત્તાવાર આંકડા બહાર પાડે તેવી માંગણી ઉઠી છે.

ઉનામાં ચેમ્બર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને લોકોનો પ્રતિસાદ મળી રહેલ છે.

(11:34 am IST)