Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જામનગરમાં તાજીયા ગેંગનો સાગરીત ર પિસ્ટલ - તમંચા કાર્ટીસ સાથે ઝડપાયો

જામનગર તા.૧પ : રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહનાઓની સુચના અને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંધલનાઓના માર્ગદર્શન મુજબ હાલમાં નજીકના ગણત્રીના દિવસોમાં સામાન્ય લોકસભાની ચુંટણી યોજાનાર હોય જેમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિમય વાતાવરણ મતદાન થઇ શકે. કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે સારૂ રીઢા ગુનેગારો ઉપર વોચ રાખી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ જણાઇ આવ્યે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ. આર.એ. ડોડીયાનાઓ દ્વારા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી સખ્ત પેટ્રોલીંગ રાખેલ.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલાને ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે તાજીયા ગેંગનો ખુંખાર સાગરીત વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહેે. રાજકોટ વાળો પોતાના કબ્જાની અલ્ટોકાર જી.જે.૦૩ એચકે પ૮૦રમાં ગેરકાયદેસરના હથિયારો રાખી રાજકોટથી જામનગર આવવાનો છે તેવી હકીકત આધારે ગુલાબનગર જામનગર ખાતે વોચમાં હતા દરમ્યાન ઉપરોકત નંબરની અલ્ટોકાર આવતા કોર્ડન કરી કારમાંથી આરોપી વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહે. પીરવાડી શેરી-૧ રાજકોટ મુળ-લૈયારા તા.ધ્રોલ વાળાને પકડી પાડી તેના કબ્જામાંથી બે પિસ્ટલ કિ. રૂ. ૧,૦૦,૦૦૦ તથા બે તમંચા કિ. રૂ.૩૦,૦૦૦ તથા જીવતા કાર્ટીશ નંગ -ર૧ કિ. રૂ. ર૧૦૦ તથા અલ્ટોકાર કિ.રૂ. ર,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૩ર,૧૦૦ નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂદ્ધ એ.એસ.આઇ. જયુભા ઝાલાએ ફરીયાદ આપતા પો.સ.ઇ.કે.કે.ગહિલએ ધરપકડ કરી હથીયાર ધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે મજકુર આરોપીને હથિયાર બાબતે પુછતા પોતાના તાજીયા ગેંગના સાગરીત કનુભાઇ ભીલ રહે. રાધનપુર વાળાએ સપ્લાય કરેલનું જણાવેલ છે.

પૂર્વ ઇતિહાસ જોતા સને ર૦૧૮ ના જાન્યુઆરી મહિનામાં જોડીયા પો.સ્ટે.ના પડાણગામની સીમમાં ઇંગ્લીશ દારૂની પરપ પેટીમાં નાસતો હતો. તેમજ મજકુર આરોપી અગાઉ તાજીયા ગેંગની સાથે મળી આંગડીયા લુંટ-ધાડ હથિયારધારાના ગુનામાંં જામનગર, રાજકોટ, મોરબી, જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.

(4:27 pm IST)