Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખંભાળીયા સિમેન્ટનું ટેંકર સળગતા ટેન્કર ભસ્મીભૂત , રોડ પર આગ લોકો દોડયા !!

ખંભાળીયા, તા. ૧પ : દ્વારકા રોડ પર વહેલી સવારે સિક્કા ગામનું એક સિમેન્ટનું ટેન્કર લીકવીડ ટેન્કરનો જોટો ટાયરનો ફાટતા આગ લાગી હતી.

ધડાકા સાથે ટેંકરનો જોટો ફાટતા વ્હીલપલેટને રોડ સાથે ઘર્ષણ થયાની તણખા ઝરતા આગ ફાટી નીકળતા ટેંકરના ટાયરો સળગવા લાગતા બર્નીંગ ટ્રક કરોડ પર ઉભો રાખીને ચાલક ઠારવા માટે પ્રયાસો કરવા લાગતા વહેલી સવારે રોડ પર વાહનો થંભી ગયા હતાં.

સિક્કા ગામના રામભાઇ નામના શખસના જીજે-૪-એકસ ૬પ૬૦ નંબરનો આ ટેંકર સવારે ૩ાા વાગ્યે સળગતું જોતા કોઇએ ખંભાળીયા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફના મહેન્દ્રભાઇ ચોપડા, સુખદેવસિંહ વાઢેર, ગઢવીભાઇ, જાડેજાભાઇ વિ. બંબો લઇને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે આગને કાબુમાં લીધી હતી, પરંતુ ટેંકરના ટાયરો ભસ્મીભૂત થઇ ગયા હતા તથા આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

વહેલી સવારે ૩ાા વાગ્યે બર્નીંગ ટેન્કરનું દૃશ્ય લોકોને ધ્રુજાવી ગયું હતું.

(4:01 pm IST)