Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પોરબંદરમાં ચૂંટણી પ્રચાર માટે જતા ઉમેદવારો સામે પીવાના પાણી અને પાક વિમાના પડકારરૂપ પ્રશ્નો

શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર તંગીઃ મોટાભાગના પાક વિમાની ચુકવણી બાકીઃ પ્રચાર માટે આવતા નેતાઓને ઘેરાવ કરી પાણી સહિત પ્રશ્નોની ઉગ્ર રજુઆત

પોરબંદર, તા., ૧૫: લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે અને ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી રહેલ છે. ચૂંટણી પ્રચારમા઼  જતા ઉમેદવારો અને તેની સાથેના નેતાઓને શહેર-જિલ્લામાં પીવાના પાણીની તીવ્ર તંગી અને પાક વિમાનો પ્રશ્નો પડકારૂપ બન્યા છે.

ચુંટણી પ્રચાર દરમ્યાન લોકો ઉમેદવારોને ઘેરાવ કરીને પીવાના પાણી અને બાકી પાક વિમા પ્રશ્ને મહિલાઓ સહિત લોકો ઉગ્ર રજુઆતો કરે છે. શહેરમાં પુરતુ પાણી વિતરણ થતું નથી. મોટાભાગના વિસ્તારોમાં ૮ થી ૧૦ દિવસેપાણી વિતરણ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે મહિલાઓને દુર ભટકવું પડે છે. શહેરમાં કેટલીકવાર જે વિસ્તારમાં રાજકીય નેતાઓને પ્રચારમાં જવાનું હોય તે વિસ્તારમાં રાત્રે અથવા સાંજે પાણી વિતરણ કરીને મતદારોને રાજી કરવા પ્રયત્નો કરવામાં આવે છે.

પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક અને કોંગ્રેસના ઉમેદવારભાઇ લલીતભાઇ વસોયા ચુંટણી લડી રહયા છે.

 

(12:12 pm IST)