Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કેન્દ્રના ગૃહ સચિવ કચ્છના સરહદી ક્રીક વિસ્તારનું નિરીક્ષણ કરશે

ભુજ, તા.૧૫:  પાકિસ્તાન સાથે તંગદિલીભરી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રના ગૃહ સચિવ આનંદ મોહન તિવારી આવતીકાલે કચ્છ આવી રહ્યા છે. તેઓ, કચ્છના સરહદી એવા ક્રીક વિસ્તારનું નિરીક્ષણ કરશે. હાલે સામે પાર પાકિસ્તાની સેનાનો જમાવડો છે ત્યારે, કેન્દ્રીય ગૃહ સચિવની મુલાકાત ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ, હવાઈ ઉપરાંત દરિયાઈ નિરીક્ષણ પણ કરશે તથા કચ્છની સરહદની સમીક્ષા અંગે સુરક્ષા એજન્સીઓની સાથે બેઠક પણ યોજશે.

(12:11 pm IST)