Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઋષિ વંશી સમાજ દ્વારા શોભાયાત્રા નીકળીઃ ૧૧૧ મોટરકારનો કાફલો ગાંધીનગરથી પાટણ સુધી જોડાયોઃ સમાજ માટે કાયમી ધોરણે અન્નક્ષેત્ર શરૂ કરાયું

ભાવનગર, તા.૧પઃ પાટણ ખાતે સૌ પ્રથમ ઐતિહાસીક રીતે ગુજરાત રાજય વાળંદ સમાજની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘ દ્વારા શ્રી માં લિબંચના તમામ યાત્રીઓની જાહોજલાલીવાળીને શાહી સવારી રીતે પુરા ઠાઠમાઠથી ૧૧૧ વાહનોના કાફલા સાથેને ધજાઓને લગભગ તમામ ભાવિક ભકતો ને ગુજરાત રાજય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંદ્ય ની ટી શર્ટ પહેરેલ ખુલ્લી જીપ ને સૌનેરી ગાડી વાળો રથ સાથે વાહનોનો લાંબો કાફલો જેમ જેમ જે રસ્તા ઉપરથી પસાર થતાં માં શ્રી લિબંચના સંતાનોની શાહી ને આન-બાન-શાન સાથે નીકળેલ યાત્રા અન્ય સમાજના રાહદારીઓ આ યાત્રા જોઈને ચકિત થઈ જતાં ને તેઓની નજર સ્તબ્ધ બની જતીને કુતુહલવશ નજર રાખી બિલકુલ જોઈ શકાતી હતી જેના કારણે તમામ જ્ઞાતિ બંધુ યાત્રી ઓની છાતી ગજગજ ફૂલે તેવું વાતાવરણ યાત્રા શરૂ થઈ ને પુરી થઈ ત્યાં સુધી જોવા મળ્યું હતું.

સવારે ૯-૩૦ કલાકે ઋષિ વંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ પાડલીયાના નિવાસ સ્થાનેથી ગાંધીનગર ખાતેથી સ્વયંભુ શ્રી માં લિબંચના મંદિરે થી ૧૧૧ ગાડીઓના કાફલાના ભાવિક ભકતો એ શ્રી માં લિબંચ ની સેવાપુજા અર્ચનાને આરતી કરી યાત્રા માં શ્રી લિબંચના ધામ પાટણ તરફ પ્રણાય કરી હતી ને આ યાત્રા નક્કી કર્યા મુજબ વિસામો રૂટ ઉપરથી પસાર થઇ હતીને આ વિસામા રૂટ ઉપર સમાજના જ્ઞાતિ બંધુઓ દ્વારા તેમજ મહેસાણા ખાતે નાઈ એકતા સમાજના ધવલભાઈ નાઈ દ્વારા ઉપરાંત ઠેર ઠેર શોભાયાત્રાને ગુજરાત રાજય વાળંદ સમાજની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ પાડલીયાનુ જે સ્વાગત કરાતું હતું તે એટલું જોરદાર રીતે કરાતું હતું ને ભાવિક ભકતો માટે ઠેરઠેર ઠંડા પીણા ને ઠંડા પાણીની બોટલો તેમજ કોલ્ડડ્રીકને નાસ્તો જોઇએ તેટલા પ્રમાણમાં જોરદાર રીતે એ પણ જ્ઞાતિ બંધુઓ દ્વારા પુરેપુરો ભાતૃભાવ રીતસર દેખાતો હતો ને એકબીજા સાથે હર્ષભેર રીતે મળતા હતા. આ યાત્રા એટલી આયોજનબધ્ધ હતી કે કોઇ યાતીકો ને કોઈ પણ તકલીફ ન પડે તે રીતે પુરેપુરી કાળજી મા શ્રી લિબંચ ના ભકતોની વટભેરને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે લેવાઈ હતી ને આવી ૧૧૧ ગાડીઓના કાફલા સાથેની ઠાઠમાઠ વાળી શાહી શોભાયાત્રા ૧૧૧ ગાડીઓના કાફલા સાથે ઢોલ નગારા ને બેન્ડવાજા સાથે પાટણ ધામમાં પહોંચી ત્યારે ભરબજારમાં આસપાસ ના દૂકાનદારો રાહદારીઓ શ્રી માં લિબંચ ના મંદિર પહોંચ્યા ત્યાં સુધી આટલી મોટી વિશાળ ને ઠાઠમાઠ વાળી શોભાયાત્રા એકી નજરે કુતૂહલ વશ જોતા રહ્યા હતા ત્યારે તમામ જ્ઞાતિ બંધુઓ માથું ગૌરવ થી ઉચુ રહે ને શેર લોહી ચડ્યું હોય તેવો ઉત્સાહ દરેક ના યહેરા ઉપર સ્પષ્ટ જોવાતો હતો પાટણ શોભાયાત્રા પ્રવેશતા સાથે સૌ જ્ઞાતિ બંધુે પાટણવાસીઓ ને સમાજ ના અગ્રણીઓ વડીલો યુવા નો આસપાસ ના તમામ જ્ઞાતિ બંધુઓ ને પાટણ ના આગેવાનો એ શોભાયાત્રાઙ્ગ નુ ને યાત્રીઓ નુ ગૌરવભેર માન સન્માન સાથે ગુજરાત રાજય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંદ્ય ના સ્થાપક શ્રી માન હેમરાજ ભાઈ પાડલીયા ને તેમની ટીમ નાકાર્યકરો ને ભાવીક ભકતોનૂ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું ત્યાર બાદ શૌભા યાત્રા નોકાફલો ભરબજારે વાજતે ગાજતે ને રમતા ઝુમતા માતાઓ બહેન દીકરીઓ ને ભાવિક ભકતો સાથે મંદિરપહોંચીયોઙ્ગ અને માં ની પુજા અર્ચના આરતી ને મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી ને ત્યાર બાદ સૌઐ મહાપ્રસાદ લીધો હતો ને ત્યાર બાદ ગુજરાત રાજય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંદ્ય ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા એ આપણા સમાજ માં એકતા વધે ને સમાજ ના તમામ જ્ઞાતિ બંધુઓ ઓ ભાતૃભાવ જગાડી ને સમાજ ને વટભેર સ્વાભિમાની બનાવવા માટેનું આહવાન કર્યું હતું. ને પાટણ ખાતે શ્રી માં લિબંચ ના ધામમાં ઋષિ વંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા કાયમી ધોરણે સમાજ માટે અન્ન ક્ષેત્ર ચાલુ કરાયું હતુ .

લિબંચધામના વહીવટીતંત્ર દ્વારા ને પાટણ ખાતે સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો ને માતા ઓ બહેન દીકરીઓ ને આમંત્રિતો દ્વારા યુવા કાર્યકર કલાકાર આયોજિત કાર્યક્રમમાં હેમરાજભાઈ પાડલીયા દ્વારા સંબોધતાં સમાજમાં એકતા બને તમામ જ્ઞાતિ બંધુઓને એકબીજા સાથે ભાતૃભાવ વધારી ને એક મજબૂતને સ્વાભિમાની સમાજ બનાવવા માટે નું આહવાન કર્યું હતું જે તમામ જ્ઞાતિ બંધુઓ હર્ષભેર સ્વીકારયુ હતું ને સહમતી દર્શાવી હતી. તેમ વિપુલભાઈ હિરાણીની યાદીમાં જણાવાયુ છે.

(12:11 pm IST)