Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ધોરાજીના ગુંદાળામાં મોર કુટીર દ્વારનો લોકાર્પણ સમારંભ : અલૌકિક મનોરથ

ધોરાજી તા.૧૫ : ગુંદાળા ગામે મોર કુટીર દ્વારા લોકાર્પણ તથા અલૌકિક મનોરથ તથા ભવ્ય ગેઇટનું લોકાર્પણ યોજાશે. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની હાજરીમાં ગુંદાળા ગામે તા.૧૭ને બુધવારે  ગો.વા.શ્રીનાથીબેન મોહનભાઇ ડોબરીયા તથા ગો.વા.શ્રી મોહનભાઇ જીવરાજભાઇ ડોબરીયાની માળા પહેરામણીનો મનોરથ તેમજ નંદઉત્સવ તેમજ શ્રી યમુના મહારાણીનો લોટી ઉત્સવ, રાસ કિર્તન સહિતનું ભવ્ય આયોજન કરેલ છે.

સાંજે પ કલાકે રાસ કિર્તન યોજાશે. રાત્રે ૮-૩૦ કલાકે લોટી ઉત્સવ અને માળા પહેરામણી રાત્રે ૯ કલાકે અને વચનામૃત રાત્રે ૯-૩૦ કલાકે તેમજ તા.૧૮-૪-૧૯ને સવારે ૮-૩૦ કલાકે ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ અને સવારે ૯ કલાકે નંદમહોત્સવ અને સવારે ૯-૩૦ રાસકિર્તન યોજાશે. ગુંદાળા ગામે બનેલ ગેઇટનું લોકાર્પણ પરમ પૂજય ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજશ્રીના હસ્તે કરાશે અને મનોરથ ગુંદાળા ગામે શ્રી લેઉઆ પટેલ સમાજ ખાતે યોજાશે. અતિથિ વિશેષ રાજયના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા હાજર રહેલ અને ભવ્ય મનોરથ અને ગેઇટના લોકાર્પણને લઇને તડામાર તૈાયરીઓ આરંભી છે તેમ જગદીશભાઇ ડોબરીયાની યાદીમાં જણાવાયુ છે.

(11:57 am IST)