Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઇસ્લામ આતંકવાદનો વિરોધ કરે છે, ઇસ્લામ તો દયા, ક્ષમા અને શાંતિનો પૈગામ આપતો મઝહબ છે : વિશ્વમાં સુલેહ શાંતિની જરૂર છેઃ નફરતને મીટાવો અને એકબીજા પ્રત્યે મોહબ્બત કરો : સૈયદ મોહંમદ હાશમી

ભાવનગર, તા. ૧પ : માં ખદીજતુલ કુબ્રા ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શહેરના મોતીબાગ ઓપનએર હોલ, ટાઉન હોલ ખાતે સરકારે મદીના કોન્ફરન્સ અને અમન કા પૈગામ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાજીએ મીલ્લત હઝરત સૈયદ મોહમ્મદ હાશમી અશરફ, અશરફીયુલ જીલાની કીછોૈછા શરીફ (યુ.પી.)એ પયમ્બરે ઇલમની શાનમાં તકરીર ફરમાવી હતી અને પયગમ્બર સાહેબનો સંદેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અમનનો છે તેમ જણાવ્યું હતું. ઇસ્લામ આતંકવાદનો વિરોધ કરે છે. આતંકવાદીઓનો કોઇ મજહબ હોતો નથી. ઇસ્લામ તો દયા અને ક્ષમાનો મજહબ છે. બે ગુનાહની કત્લ કરવાનો ઇસ્લામ વિરોધી છે. ઇન્સાનની કત્લથી બહેનો વિધવા બને છે, બાળકો યતીમ બને છે, ઘણા જ પરિવારો તબાહ, બરબાદ થઇ જાય છે, આતંકવાદીઓ દ્વારા સારા માણસોને પણ બહેકાવવામાં આવે છે. દેશદ્રોહી બનાવી દેવામાં આવે છે. વિશ્વમાં શાંતિની જરૂર છે. દુનિયાની મહાસત્તા અમેરીકા પાવરફુલ છે, પરંતુ ત્યાં પણ શાંતિ નથી.

હઝરત સૈયદ હાશમીમીંયાએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન તો હિન્દલવબી ખ્વાજા ગરીબે નવાજનું છે તેમજ કાઠીયાવાડની ધરતી તો ઓલીયા અલ્લાહની ધરતી છે તેથી જ મેરા ભારત મહાન આપણે કહીએ છીએ, આપણો દેશ મહાન હતો, મહાન છે, અને મહાન રહેશે. તેવું હું ખાસ દુઆ કરૂ છું. પયગમ્બર સાહેબ આ દુનિયામાં આવ્યા ત્યારે અરબસ્તાનની અંદર રહેતા લોકોમાં ઘણી જ બુરાઇયો હતી, દારૂ, જુગાર, અયાસી, કત્લેઆમ, તેમજ અશાંતિ અને અજંપો હતો તેવા સમયમાં પયગમ્બર સાહેબે ઇસ્લામ દિન ફેલાવ્યો અને શાંતિનો પયગામ આપ્યો. ઇન્સાને જો જેહાદ કરવી હોય તો પોતામાં રહેલી તમામ બુરાઇઓ સામે જેહાદ કરવી જોઇએ સમાજમાં રહેલી બુરાઇઓ દૂર કરવા જેહાદ કરવી જોઇઅ. આપણા ઘણા જ મહાનુભાવોએ સમાજમાં રહેલી બુરાઇઓ દૂર કરવા જેહાદ કરી છે સાચો માણસ તે છે જે લોકના દુઃખ દર્દ દૂર કરે, લોકોને મદદરૂપ થાય તે જ સાચો માણસ છે.

હઝરત સૈયદ હાશમીમીંયા સાહેબે વધુમાં જણાવ્યું હતું કે પયગમ્બરે ઇસ્લામ આ દુનિયામાં આવ્યા અને દિને ઇસ્લામનો ફેલાવો કરતા હતા ત્યારે તેમની સામે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તેમની ઉપર અત્યાચારો અને ઝૂલ્મો કરવામાં આવ્યા હતાં. પથ્થરો મારવામાં આવતા હતા ત્યારે પયગમ્બર સાહેબે પથ્થર મારનાર માટે પણ અલ્લાહના દરબારમાં દુવાઓ કરી છે અને ફુલોની વરસાદ વરસાવી છે ત્યારે જ દિને ઇસ્લામનો ફેલાવો થયો છે. દુશ્મનને માફ કરી દેવો, ક્ષમા આપવી અને સુલેહ, શાંતિ અને એખલાસનો પયગામ આપવો તે પગમ્બર સાહેબનો પૈગામ છે. વિશ્વમાં આજે જરૂર છે શાંતિની, નફરત દૂર કરો અને તમામ સાથે પ્યાર, મહોબ્બતથી રહો તે જ સાચુ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત હઝરત સૈયદ સુબ્હાની હશરફે કાર્યક્રમના અંતમાં વિશ્વ શાંતિ માટે અને તમામ લોકો માટેસામૂહિક દુખા કરી હતી, કાર્યક્રમના અંતમાં સલાતો સલામ અને દુવાના કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર સહિત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી. આ કાર્યક્રમને સફળ બનાવવા બાબુલભાઇ સાકરવાલા, સતારભાઇ ચગડા, કાળુભાઇ બેલીમ, ઇરફાનભાઇ સાકરવાલા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)