Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં હનુમાન જયંતિ મહોત્સવ-અસ્મિતા પર્વ

૧૫ થી ૧૯ એપ્રિલ દરમિયાન તલગાજરડામાં નાટય પ્રસ્તુતિ, સાહિત્ય સંગોષ્ઠિ, કાવ્યાયન, શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ : કૈલાસ લલિતકલા, અવિનાશ વ્યાસ, નટરાજ અને હનુમંત એવોર્ડ અર્પણ કરાશેઃ દરરોજ જુદી-જુદી હસ્તીઓના પ્રવચનો : ભારતીય વાયુદળ, ભુમિદળ, નૌકાદળના ઓફિસરો સંગોષ્ઠી કરશે

રાજકોટ તા.૧૫: પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડામા આવેલા શ્રી કૈલાસ ગુરૂકુળ-શ્રીચિત્રકૂટધામ ખાતે શ્રી હનુમાન જયંતી-૨૦૧૯ અંતર્ગત શ્રી હનુમંત સંગીત મહોત્સવ-૪૨ અને અસ્મિતા પર્વ-૨૨નુ તા.૧૫ થી ૧૯ એપ્રિલ સુધી આયોજન કરવામાં આવ્યુ છે.

પાંચ દિવસીય મહોત્સવમાં નાટય પ્રસ્તુતિ, સાહિત્ય સંગોષ્ઠિ કાવ્યાયન, અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આ વ્યું છે.

પ્રથમ દિવસે તા.૧૫ને સોમવારે સાંજે ૪ મુખોમુખ સંવાદઃ રજત શર્મા (ચેરમેન શ્રી ઇન્ડિયા ટી.વી.) સાથે, સંયોજનઃ સૌરભ શાહ નાટ્ય પ્રસ્તુતિ રાષ્ટ્રકવિ શ્રી રામધારીસિંહ 'દિનકર' લિખિત 'રશ્મિરથી'ની રંગમંચપ્રસ્તુતિ નિર્દેશનઃ શ્રી મુજીબખાન, પરિકલ્પનાઃ શ્રી નીરજકુમાર પ્રસ્તુતિઃ રાષ્ટ્રકવિ શ્રી રામધારી સિંહ 'દિનકર'સ્મૃતિન્યાસ, દિલ્હી રાત્રે ૮ રામવાડી તલગાજરડા ખાતે યોજાશે.

બીજા દિવસે તા.૧૬ એપ્રિલને મંગળવારે સંગોષ્ઠી-૧ સવારે ૯ થી ૧૨, કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ, સંયોજનઃ અજયસિંહ ચૌહાણ, જવાહર બક્ષીની કવિતા વિશે ધ્વનિલ પારેખ - કાવ્યપાઠ- જવાહર બક્ષી, નીતિન વડગામાની કવિતા વિશે રાજેશ વ્યાસ મિસ્કીન-કાવ્યપાઠઃ નીતિન વડગામા રજુ કરશે. સંગોષ્ઠી-૨ સાંજે ૩ થી ૬, કુળના મુળ, સંયોજનઃ મનોજ રાવલ, લોકકુળનું સાહિત્ય-રમેશ મહેતા, આદિવાસીકુળનું સાહિત્ય-આશા ગોહિલ, વિચરતી જાતિઓના કુળનું સાહિત્ય-રાજેશ મકવાણા રજુ કરશે.

રાત્રિ કાર્યક્રમઃ ૮ થી ૧૦:૩૦, શાસ્ત્રીય વાદ્યસંગીત, ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે પં.રોનુ મજુમદાર (બાંસુરી), કબલાંસંગતઃ પં.સત્યજિત તલવલકર, પં.વિશ્વમોહન ભટ્ટ (મોહનવીણા), તબલાંસંગતઃ પં.રામકુમાર મિશ્ર રજુ કરશે.

ત્રીજા દિવસે તા. ૧૭ એપ્રિલ ને બુધવારે સંગોષ્ઠી-૩ સવારે ૯થી ૧ર અનુ-આધુનિક ગુજરાતી સાહિત્ય : સંયોજન : નીતિન વડગામા, કવિતા-અજયસિંહ ચૌહાણ, ટૂંક વાર્તા-દર્શિની દાદાવાલા, નાટક -મહેન્દ્રસિંહ પરમાર રજૂ કરશે. સંગોઠી-૪ : સાંજે ૩થી ૬માં ફિલ્મકળાના આયામો વિશે સંયોજનઃ ભરત યાજ્ઞિક, કવિતા-હર્ષદ બ્રહ્મભટ્ટ, સંગીત-સલીલ દલાલ, દિગ્દર્શન-અમૃત ગંગર રજૂ કરશે. રાત્રી કાર્યક્રમઃ-૮થી ૧૦-૩૦ શાત્રીય નૃત્ય અને તાલકચેરી સ્થળઃ-રામવાડી, તલગાજરડા ખાતે પ્રસ્તુતિ :સુશ્રી ગૌરી દિવાકર (થક), ઉ.તૌફિક કુરેશી અને સાથીઓ (તાલકચેરી) કાર્યક્રમ રજૂ કરશે.

જયારે ચોથા દિવસે તા. ૧૮ એપ્રિલ ને ગુરૂવારે સંગોઠી-પ સવારે ૯થી ૧રમાં સીમાડાના સંરક્ષકો-અંતર્ગત સંયોજનઃ દેવકી, ભૂમિદળ-મેજર જનરલ રણધીર સિંગ, વાયુદ-વાઇસ એર માર્શલ એસ.પી. સિંગ, નૌકાદળ-કેપ્ટન મોહન એન. સાવંત વિચારો રજૂ કરશે. સાંજે ૩-૩૦થી ૬-કાવ્યાન-સંયોજનઃ લિપિ ઓઝા કવયિત્રીઓ રાધિકા પટેલ, શબનમ ખોજા, ગોપાલી બુચ, હર્ષિદા ત્રિવેદી, રક્ષા શુકલ, પ્રિયંકા જોશી, પારૂલ બારોટ, જિજ્ઞા મહેતા રજૂ કરશે.  રાત્રિ કાર્યક્રમ : ૮થી ૧૦-૩૦ : શાસ્ત્રીય નૃત્ય અને કંઠય સંગીત, રામવાડી, તલગાજરડા, પ્રસ્તુતિ- ડો. રાજા અને રાધા રેડ્ડી કુચીપુડી નૃત્ય), પં. વેકટેશકુમાર (કંઠયસંગીત) રજુ કરશે.

જયારે અંતિમ દિવસે તા.૧૯ ને શુક્રવારે (શ્રી હનુમાન જયંતિ-એવોર્ડ સમારોહ), સવારે ૯ વાગ્યે -ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે યોજાશે. જેમાં કૈલાસ લલિતકલા એવોર્ડ શ્રી ગુલામમોહમ્મદ શેખને (ચિત્રકલાક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં), અવિનાશ વ્યાસ એવોર્ડ શ્રી અનંત વ્યાસને (સંગીતકાવ્ય/સુગમસંગીત ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં), નટરાજ એવોર્ડ અર્પણવિધિ ((અભિનયક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં): બળદેવ નાયક (ભાથી)-ગુજરાતી લોકનાટય (ભવાઇ), ભરત યાજ્ઞિક-ગુજરાતી રંગભૂમિ (નાટક), નીતીશ ભારદ્વાજ-ભારતીય ટેલીવિઝન શ્રેણી (હિન્દી), નિર્ણયાધીન-ભારતીય ફિલ્મ (હિન્દી), હનુમંત એવોર્ડ અર્પણવિધિ (ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં) ઉ.તૌફિક કુરેશી-શાસ્ત્રીય તાલવાદ્યસંગીત (તબલા)પં.વિશ્વમોહન ભટ્ટ-શાસ્ત્રીય વાદ્ય સંગીત (મોહનવીણા), ડો. રાજા અને રાધા રેડ્ડી-શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી), પં. વેંકટેશકુમાર-શાસ્ત્રીય કંઠય સંગીત માટે અપાશે.

અંતમાં પૂ. મોરારિબાપુ પ્રાસંગિક અભિવ્યકિત રજૂ કરશે.

ચિત્રવિથિકા- કાર્યક્રમ સ્થળે પ્રસિદ્ધ ચિત્રકાર સ્વ. ખોડીદાસ પરમારના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.

સમગ્ર પર્વનું આસ્થા ટી.વી. ચેનલ અને www.moraribapu.org  પરથી ૧૭૦ દેશમાં જીવંત પ્રસારણ થશે.

(3:41 pm IST)