Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સૌરાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો તૂર્તમાં આવશે

પ્રદેશ પ્રમુખ ચાવડા-વિપક્ષી નેતા ધાનાણી દિલ્હીથી ગુજરાત પર : સ્થાનિક આગેવાનો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ લેવાશે નિર્ણય

રાજકોટ, તા. ૧પ : લોકસભા માટેના ઉમેદવારો નક્કી કરવા માપદંડો સમજવા સહિતની બખ્તોને લઇને દિલ્હી ગયેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી પરત ફર્યા છે. સ્ક્રીનીંગ કમીટીમાં હવે ૧૭ અને ૧૮ દરમ્યાન દિલ્હી ખાતે ફરી ચર્ચા થશે. દરમ્યાન પ્રદેશ ચૂંટણી કમ્પેઇન કમીટી સહિતની કમીટીઓ આવતીકાલે પોત પોતાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા મળશે. સૌરાષ્ટ્રની હળવદ, ધ્રાંગધ્રા, તલાલા, માણાવદર બેઠકમાં ઉમેદવારો નક્કી કરવા નિરીક્ષકો નિમાયા છે જે તૂર્તમાં સ્થાનિક કક્ષાએ આગેવાનો સાથે ચર્ચા કરવા આવશે.

પ્રદેશ કોંગ્રેસ સુત્રોમાંથી મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ તથા ચૂંટણી કમીટી દ્વારા ઉમેદવારોની પસંદગી અંગેના માપદંડો અંગેના સુચનો પ્રદેશ કોંગ્રેસને મળી ગયા છે. સ્ક્રીનીંગ કમીટીમાં એક નામ નક્કી કરવા ફરી ૧૭ અને ૧૮ના કવાયત આદરાશે તેમ મનાય છે.

દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમીટીના વેણુગોપાલની હાજરી ન હોય દિલ્હીમાં વધુ ચર્ચા નહીં થયાનું મનાય છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર સહિતની પેટાચૂંટણીઓ અંગે નિરીક્ષકો નક્કી કરી લીધા છે અને સ્થાનિક કક્ષાએ સેન્સ લેવા તૂર્તમાં કાર્યક્રમ ઘડી કઢાશે.(૮.૧૯)

(3:36 pm IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST