Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પોલીસે છબીલને ભચાઉ કોર્ટમાં રજુ કરી માંગ્યા ૧૪ દિ' ના રિમાન્ડ:મનીષા અને છબીલ જેલમાં મળ્યા હતા? છબીલના ૩ મોબાઈલ અમેરિકામાં ભૂલાયા?

(વિનોદ ગાલા દ્વારા bhuj )જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને સાથે લઈને આજે કચ્છ આવી પહોંચી હતી. અહીં ભચાઉની કોર્ટમાં છબીલને રજૂ કરીને પોલીસે તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા છે. જોકે, રિમાન્ડ અરજીની સુનાવણી હવે હાથ ધરાશે. દરમ્યાન, સીટની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી કે, સુનિલ ભાનુશાલી દ્વારા કરાયેલ કેસ માં મનીષા ગોસ્વામી જ્યારે જેલમાં બંધ હતી ત્યારે છબીલ પટેલ તેને મળવા જેલમાં ગયા હતા. તો, અમેરિકા ના ન્યુજર્સી થી અમદાવાદ આવેલા છબીલ પટેલ પોતાના ત્રણ મોબાઈલ ફોન ત્યાં દીકરીને ઘેર અમેરિકા રાખી આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, જેન્તી ભાનુશાલીની હત્યા કરાવ્યાની કબુલાત કરનાર છબીલને હત્યા માટે અન્ય રાજકીય નેતાએ મદદ કરી હોવાનું પણ ખુલ્યું છે. હવે આ નેતા કોણ છે? તે બધી વિગતો પોલીસ છબીલ પટેલના રિમાન્ડ દરમ્યાન મેળવશે. અત્યારે પ્રાથમિક પૂછપરછમાં છબીલ ઉપરાંત અન્ય બીજા રાજકીય આગેવાનની સંડોવણી ખુલ્લી હોવાની ચર્ચા છે. જોકે, છબીલ પટેલના મોબાઈલ ફોનમાં રહેલા પુરાવાઓ માટે હવે પોલીસ શું કરે છે? એ જોવું રહ્યું?

(1:28 pm IST)
  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST