Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગોંડલ તાલુકા સહકારી ખરીદ - વેચાણ સંઘ લી.ના હોદ્દેદારોની વરણી

ગોંડલ તા. ૧૫ : શ્રી ગોંડલ તાલુકા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લી.ની બીજી ટર્મ માટે હોદેદારોની ચૂંટણી નિર્દિષ્ટ સહકારી મંડળીના ચૂંટણીના નિયમો અનુસાર કલેકટરના હુકમ મુજબ અધ્યાસી અધિકારી  ગોંડલ તાલુકા સ.ખ.વે. સંઘ લી.અને મામલતદાર ભરતસિંહ બી ચુડાળામાં ગોંડલના અધ્યક્ષ સ્થાને વ્ય. સમિતીના સભ્યોની બેઠક મળેલ. તેમાં પ્રમુખ તરીકે કુરજીભાઈ લાલજીભાઈ ભાંલાળા (મોવિયા) અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ જીવાભાઈ વાઢેર બિન હરીફ ચૂંટાયેલા છે. તે બદલ કેબિનેટ મંત્રી ગુજરાત રાજય અને રાજકોટ જિલ્લા સહકારી બેંક લી.ના ચેરમેન જયેશભાઇ રાદડિયા એ શુભેચ્છા પાઠવેલ.સહકારી અને પંચાયત ક્ષેત્રના કાર્યકરોએ આવકારેલ તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા સ.ખ.વે સંઘ લી.ના પ્રમુખ મગનભાઈ ધોણીયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રૈયાણી, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ગોપાલભાઈ શીંગળા, ઉપપ્રમુખ કનકસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી પ્રફુલભાઈ ટોડીયા, ભાજપ અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા, કંટોળીયા મંડળીના પ્રમુખ જગદીશભાઈ સટોડીયા તેમજ ગોંડલ તાલુકાના સહકારી મંડળીના પ્રમુખોએ શુભેચ્છા પાઠવેલ છે.

કુરજીભાઈ ભાલાળા છેલ્લા-૧૭ વર્ષથી પ્રમુખ તરીકે ગોંડલ તાલુકા સંઘ માં સેવા આપી રહ્યા છે. તેમની સાથે વ્ય કમિટી સભ્યો તરિકે  શિવરાજગઢ મંડળીના પ્રમુખ મગનભાઈ ધોણીયા, વાસાવડ મંડળીના પ્રમુખ સવજીભાઈ સાવલિયા, સુલતાનપુર મંડળીના પ્રમુખ ભીમજીભાઈ વાઘસિયા,શ્રી સરદાર પટેલ-મોટાદળવા પ્રમુખ નથુભાઈ ચોથાણી, સરદાર પટેલ આંબરડી મંડળીના પ્રમુખ કે.પી. રામોલિયા, મોટીખીલોરીના પ્રમુખ હંસરાજભાઈ પદમાંણી, વાળાધરીના પ્રમુખ રમજુભા જાડેજા,ખાંડાધાર મંડળીના પ્રમુખ ભુપતભાઇ ડાભી,ભુમંડળ મંડળીના પ્રમુખ વનરાજસિંહ જાડેજા,ગોંડલ જૂથ મંડળીના ધીરજલાલ રૈયાણી, રાણસીકી મંડળીના પરેશભાઈ અશોદારીયા, પાટીદડ મંડળીના ભીમજીભાઈ વેકરીયા, માંડળકુંડલા મંડળીના પ્રમુખ ગોગનભાઈ પરાખીયા,વિગેરે સેવા આપે છે.અને આ તાલુકા સંઘ નો ઉતરોતર કરવામા સહભાગી બનેલ છે.

નિર્દિષ્ટ સહકારી મંડળીઓના નિયમો અનુસાર કલમ-૧૪૫-Z-(૨) ની જોગવાઈ અનુસાર બીજી ટર્મ માટેના હોદેદારોની ચૂંટણી અંગેની કાર્યવાહી મામલતદાર ગોંડલના અધ્યક્ષ સ્થાને કરાયેલા તેમાં તમામ વ્યવસ્થા કાર્ય સંચાલન ગોંડલ તાલુકા સ.ખ.વે.સંઘ લી ના મેનેજર  પ્રભુદાસભાઈ ટી.કિલજી તરફથી કરવામાં આવેલ છે.(૨૧.૧૩)

(12:12 pm IST)