Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

કચ્છ - મોરબી લોકસભા બેઠક માટે ભાજપની તૈયારી શરૂ : કાલે ભુજમાં નિરીક્ષકોની બેઠક

ભુજ તા. ૧૫ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂકયું છે. ગુજરાતમાં ભાજપે ચૂંટણી જંગ પૂર્વે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રથમ ચરણમાં ભાજપે અલગ અલગ બેઠકો માટે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરીને પોતાના સંભવિત ઉમેદવારોની યાદી બનાવવાનું શરૂ કર્યું છે. મોરબી વિધાનસભાનો કચ્છ લોકસભા બેઠક માં સમાવેશ થતો હોઇ કચ્છ ની ૬ વિધાનસભા બેઠક તેમ જ મોરબીની ૧ એમ કુલ ૭ વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા એક જ દિવસે હાથ ધરાશે.

આ અંગે કચ્છ જિલ્લા ભાજપના મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરે ન્યૂઝ૪ કચ્છને આપેલ માહીતી અનુસાર ૧૬ મી માર્ચ શનિવારે ભુજના માધાપર હાઇવે ઉપર આવેલ હોટેલ ફર્ન મધ્યે લોકસભા બેઠકના પ્રભારીઓ દ્વારા સેન્સ લેવામાં આવશે. કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકેની જવાબદારી બીપીનભાઈ દવે, વસુબેન ત્રિવેદી અને રણછોડભાઈ રબારી ને સોંપવામાં આવી છે.

આ ત્રણેય નિરીક્ષકો સમક્ષ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી એમ કુલ ૭ વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો અને કાર્યકરો પોતાના ઉમેદવાર સંદર્ભે રજુઆત કરશે.

જોકે, કચ્છ-મોરબી લોકસભા બેઠક ની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોએ પણ પોતાની રજુઆત નિરીક્ષકો સમક્ષ કરવી પડશે. શનિવારે સવારે ૧૦ વાગ્યા થી મોડી સાંજ સુધી સેન્સની કાર્યવાહી ચાલશે. ૧૬મી તારીખે કચ્છ લોકસભા બેઠક માટેની સેન્સ ની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ ૧૯ મી તારીખે આ સેન્સનો રિપોર્ટ પ્રદેશઙ્ગ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. આમ ભાજપ દ્વારસ પ્રદેશ કક્ષાએ થી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર માટેના ઉમેદવારની પ્રક્રિયા પૂર્ણ કરીને ભાજપના રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે.

ઉમેદવારના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ થી એપ્રિલ છે. એટલે, મોડામાં મોડું ૧ લી એપ્રિલ અથવા તો ૨ જી એપ્રિલ સુધી ઉમેદવારના નામની જાહેરાત થઈ જશે. આ વખતનો ચૂંટણી જંગ કચ્છ લોકસભા બેઠકના પ્રભારી દિલીપ ત્રિવેદી અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલની આગેવાનીમાં લડાશે.

(12:11 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST