Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

લીંબડી રેલ્વે સ્ટેશનની મુલાકાત લેતા રેલ્વેના જનરલ મેનેજર

વેપારી એસોસિએશનની સ્ટેશનમાં સુવિધાઓ આપવા રજુઆત

વઢવાણ તા ૧૫  :  લીંબડી રેલ્વે સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા મુલાકાત લેવામાંઆવી હતી. લીંબડી ગ્રેઇન એન્ડ કરિયાણા મર્ચન્ટ એસોસિએશન તથા ઝેડસીસીઆઇ દ્વારા  રેલ્વે સ્ટેશન પર સુવિધા વધારવા અને ટ્રેનસ્ટોપજ સહિતની માંગ કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તાએ લીંબડી રેલ્વે સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લોધી હતી. સુરેન્દ્રનગર જિલ્લા ઝેડસીસીઆઇ અને લીંબડી ગ્રેઇન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસીએશન સહિત રેલ્વેવિભાગ અને શહેરીજનો એ જનરલ મેનેજરનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

લીબડી રેલ્વે પ્લેટફોર્મની બંને સાઇડ ઉંચા કરવા, સ્ટેશજ બહાર શૈોચાલય વ્યવસ્થા કરવી, બાન્દ્રાખ્ભાવનગર ટ્રેનમાં લોકલ ડબ્બો વધારવો, ભાવનગર-ભુજ ટ્રેન સેવા શરૂ કરવી, ભાવનગર-ગાંધીનગર સહિત અન્ય ટ્રેનોનું પણ સ્ટોપેજ લીંબડી આપવું, સહિત માંગણીઓ કરવામાં આવી હતી.

સ્વાગત સમારંભમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખપુલીનભાઇ ત્રિવેદી, લીંબડી વેપારી મંડળ પ્રમુખ જાફરભાઇ કોઠીયા, પાર્થભાઇ સોની, બાબુભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 pm IST)
  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST