Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

મોરબીમાં ભારત સરકારના પોષણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થતા પોષણ પખવાડિયાની ઉજવણી

મોરબી, તા.૧૫: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પોષણ અભિયાનને ૧ વર્ષ પૂર્ણ થતા થયેલ જે અંતર્ગત  શાખા મોરબી દ્યટક દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી રહી છે.

જે ઉજવણી ૮ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૧૯ સુધી વિવિધ કાર્યક્રમોના ભાગ્રૂમે ICDS મોરબી ઘટક દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ રેલી કાઢીને પોષણ મુકત મોરબી જિલ્લો થાય તેની જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ટીંબડી ગામે આંગણવાડીથી ગામના મુખ્ય રસ્તા પરથી સાઈકલ દ્વારા રેલી યોજી પોષણ અભિયાન અંતર્ગત પોષણ વિશેની જન જાગૃતતા કેળવાઈ તે માટે પોસ્ટર અને સૂત્રોચ્ચાર દ્વારા ગામ લોકોને આંગણવાડી વર્કર દિવ્યાબેન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

(12:09 pm IST)