Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જુનાગઢના ઇવનગર ગામે કોળી સમાજના પાંચમાં સમુહલગ્ન રંગેચંગે યોજાયા

જુનાગઢ તા.૧પઃ જુનાગઢ તાલુકાના ઇવનગર ખાતે કોળી સમાજના પાંચમાં સમુહલગ્ન રંગેચંગે ઉજવાયા હતા.

આ સમુહ લગ્નોત્સવમાં સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે સમાજના આગેવાન ધારાસભ્ય પૂંજાભાઇ વંશ, બટુકભાઇ મકવાણા, કાનાભાઇ ગઢીયા, કારૂભાઇ કડીવાર, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, માંગરોળના બાબુભાઇ વાજા, વિસાવદરના હર્ષદભાઇ રીબડીયા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઇધુબા, ભગવાનજીભાઇ કરગડીયા, જેઠાભાઇ પાનેરા, રાણીંગભાઇ બાબરીયા, કાળુભાઇ ચાવડા, ચંદ્રેશભાઇ બાળેચા, ઇવનગરના સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:09 pm IST)
  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૮૦૦૦ની ઉપર : શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે : બેંક-ઓટો-આઇટીમાં ધુમ લેવાલી : મોદી સરકારની વાપસીના એંધાણ વચ્ચે શેરબજાર સતત પાંચમાં દિવસે અપમાં છે : બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૩ પોઇન્ટ વધીને ૩૮૧૮૮ અને નીફટી ૧ર૭ પોઇન્ટ વધીને ૧૧૪૭ર ઉપર છે ડોલર સામે રૂપિયો ૬૯.૦૮ ઉપર ટ્રેડ કરે છે આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, નવકાર, જય કોર્પો.માં લેવાલી : નીફટીમાં એનટીપીસી, ઇન્ડસ બેંક, એરટેલ, યશ બેંક, સનફાર્મા તેજીમાં છે access_time 3:58 pm IST