Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ધ્રોલમાં મુસાફર ભરવા મામલે કારચાલક મહેશ પર હુમલો

ખોડા ભરવાડ સહિતનાએ માથામાં પાઇપ ફટકારી દીધો

રાજકોટ તા. ૧૫: ટંકારાના નગરનાકામાં રહેતાં મહેશ ગેલાભાઇ વકાતર (ઉ.૪૧) નામના ભરવાડ યુવાનને તે ધ્રોલમાં લીતપર ચોકડીએ પોતાની ઇકો કાર લઇને ઉભો હતો ત્યારે અન્ય ઇકો કારના ચાલક ખોડા ભરવાડ તથા સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી માથામાં લોખંડના પાઇપના ઘા કરી લેતાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહેશના સગા રમેશભાઇના કહેવા મુજબ મહેશ પાસે ટેકસી પાસીંગની ગાડી છે અને ખોડા પાસે ખાનગી પાસીંગની છે. ટંકારા-લતીપર પાટે બંનેની ઇકો ચાલે છે. મુસાફરો ભરવા મામલે ઝઘડો કરી હુમલો કરાયો હતો.

(12:05 pm IST)