Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

મોરબીના મહેન્દ્રનગર ગામે જુગાર રમતા ૪ પકડાયા

મોરબી તા.૧૫: મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શીતળા વિસ્તારમાં ઉગમણા ઝાંપે જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને બી ડિવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડિવીઝન પી.આઇ. આઇ.એમ. કોંઢીયાની સુચનાથી મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામે આવેલ શીતળા વિસ્તારમાં ઉગમણા ઝાંપે તીનપતીનો જુગાર રમતા ભરતભાઇ વશરામભાઇ નૈયા, અરજણભાઇ સીદાભાઇ મકવાણા, મુકેશભાઇ વશરામભાઇ નૈયા અને ગંગારામભાઇ પોપટભાઇ વાઘેલાને રોકડ રકમ રૂ. ૨૬૫૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:00 pm IST)