Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જસદણ નગરપાલિકામાં ફરી સખળડખળ?

ગેરરીતી અંગે કોઇ તપાસ કે પગલા ન લેવાતા કારોબારી ચેરમેન બિજલ ભેંસજાળીયાનો આક્રોશ

જસદણ તા. ૧પ : જસદણ નગર પાલિકાના કારોબારી ચેરમેન બિજલ ભેંસજાળીયાએ સોશ્યલ મિડિયા પર એવી જાહેરાત કરી કે જસદણ નગરપાલિકામાં ચાલતા કૌભાંડ, ગેરરિતી, ભ્રષ્ટાચારની કોઇ તપાસ અને જવાબદારો સામે કોઇ પગલા લવામાં ન આવતા ટુંક સમયમાં હું મારા હોદ્દા પરથી રાજીનામુ આપું છું. આવી જાહેરાત કરતા પાલિકામાં ફરી સખળડખળના સ્પષ્ટ એંધાણો વર્તાયા છે.

કોંગ્રેસના પ અને ભાજપના ર૩ સભ્યો ચૂંટાયા બાદ પ્રથમ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઇ ત્યારબાદ પ્રમુખે સ્વેચ્છાએ રાજીનામુ આપું છું. તેમ કહી રાજીનામું આપવાની ફરજ પડી ત્યારબાદ બીજા પ્રમુખ બદલાયા તેમના શાસન હેઠળ ભાજપ અને કોંગ્રેસના ૧પ જેટલા સભ્યોએ અનેકવાર ભ્રષ્ટાચાર અંગે લેખિત મૌખિક બરાડા પાડયા પણ જે રજુઆતો થઇ એમા તસુભાર પણ કોઇ આગેવાનોએ અધિકારીઓએ રસ ન દાખવતા અને અગાઉ કારોબારી સમિતિ પદના પાંચ સભ્યોએ પણ રાજીનામા આપ્યા પણ નેતાઓ દ્વારા કોઇ ઉકેલ ન મળતા આખરે કારોબારી ચેરમેનએ સોશ્યલ મિડિયાનો સહારો લઇ હું કારોબારી ચેરમેન પદેથી ટુંક સમયમાં રાજીનામુ આપું છું એવી જાહેરાત કરવી પડી હતી.

જસદણમાં પાર્કિંગની સુવિધા વગર બાંધકામો થઇ રહ્યા છે. આટલું જ નહી સરકારી જમીનોમાં પણ બાંધકામો થઇ ગયા છે. અને તેમના પ્લાનોને ઓકેના સર્ટીફીકેટ પણ આપી દેવામાં આવ્યા છ.ે એક એક બાંધકામોમાં લાખો રૂપિયાની મલાઇ અંદર વટીચાઓ તારવી અને રોડ રસ્તા ગટરોના કામો નબળા ન થયા તેના પણ બિલોમાં કરોડો રૂપિયા ગેરરીતીની રાવ અગાઉ સભ્યોએ લેખિતમાં પણ કરી છે.

પોલીસને કર્મચારીઓના પગાર કરવા માટે પણ કરદાતાઓના ઘેર જઇ ફકત હજાર રૂપિયાના વેરા બાકી હોય એવા નાગરીકોને કડક ભાષામાં વેરા ભરવાનું કહે છે ત્યારેબિજલએ પણ છેલ્લા એક વર્ષમાં મહત્વની હોવા છતા કારોબારી સમિતિની બેઠક બોલાવી નથી.

કારોબારી સમિતિના ચેરમેનની આવી જાહેરાતથી તેઓ કયારે રાજીનામુ આપે છે ? રાજીનામા બાદ કેવુ સખળડખળ થશે? તે આવનારો સમય જ બતાવશે!

(12:00 pm IST)