Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વાંકાનેર રાજ પેલેસમાં પૂ. મોરારીબાપુની પધરામણીઃ સંસ્મરણો વાગોળ્યા

વાંકાનેર તા. ૧પ :.. પંચાસીયા ગામે સદ્ભાવના સંમેલન અને જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓના સન્માન કાર્યક્રમમાં આવી રહેલા પૂ. મોરારીબાપુ એ પ્રથમ વાંકાનેરમાં પ્રવેશતા રાજ પરિવારના આમંત્રણને માન આપી. બાપુ વાંકાનેરના રાજ પેલેસ ખાતે પહોંચતા ત્યાં યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ ભાવવંદના સાથે બાપુને આવકારી. પેલેસમાં પગલા કરાવેલ રાજ પેલેસ ખાતે દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી એવા શ્રી દિગ્વીજયસિંહજી ઝાલા (બાપુ સાહેબ) સાથે એક બીજાના ખબર અંતર પુછી વાંકાનેર-ભાવનગર પરિવાર સાથેનાં સંબંધો  વાગોળ્યા હતાં.

રાજ પેલેસ ખાતે પૂજય મોરારીબાપુએ ફળાહાર કરી ત્યાંથી દેવીપૂજક વાસમાં ગયા હતાં. રાજ પેલેસ ખાતે અમરશીભાઇ મઢવી, અમુભાઇ ઠાકરાણી, ક્રિપાલસિંહ, પ્રદીપભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આર્શિવાદ લીધા હતાં.

(11:58 am IST)
  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST