Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભેંસાણના ગુજરીયાની સીમમાંથી વિદેશ દારૂની ૫૮૯ બોટલ ઝડપી પાડતી પોલીસ

જૂનાગઢ તા. ૧૫ : જૂનાગઢ જિલ્લાના ભેંસાણના ગુજરીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની ૫૮૯ બોટલ ભેંસાણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી હતી.

મ્હે. આઇ.જી. સુભાષ ત્રિવેદી જૂનાગઢ રેન્જ તથા મ્હે. પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન અને ના.પો. અધિ. પી.જી.જાડેજાની સુચના મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના કરતા ભેંસાણ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એલ.બારસીયા તથા પો.કોન્સ. સતીષભાઇ કાંતિભાઇ તથા પો. કોન્સ. ભીખુભાઇ હરદાનભાઇ તથા ડ્રા. પો. કોન્સ. કલ્પેશભાઇ રામદેભાઇએ ભેંસાણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે વિસાવદર પો.સ્ટે.ના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી પ્રકાશ ઘોહાભાઇ કાઠી દરબાર રહે. ઉમરાળી તા. ભેંસાણવાળો ગુજરીયા ગામની સીમમાં પોતાના મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલાની હકીકત મળતા ગુજરીયા ગામની સીમમાં વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રોયલ સ્ટગ પ્રીમીયર વીસ્કીની ૪૦૮ બોટલ કિં.રૂ. ૧,૬૩,૨૦૦ તથા મેકડોવેલ્સ નં. ૧ સુપ્રીયર વીસ્કી ૧૮૦ નંગ કિં.રૂ. ૭૨,૦૦૦ એમ મળી કુલ રૂ. ૨,૩૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો. સબ ઇન્સ. એ.એલ.બારસીયા ચલાવી રહેલ છે.

(11:54 am IST)