Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મોરબીમાં કરોડોના મિલકતવેરાની વસુલાત બાકી : 500થી વધુને નોટીસ ફટકારી:સીલ કરવા કાર્યવાહી

 

મોરબી: પાલિકા કચેરીને મિલકત વેરાની કરોડો રૂપિયાની વસુલાત કરવાની બાકી છે અને શહેરના ૫૦૦ થી વધુ આસામીઓને નોટીસો ફટકારાઈ છે છતાં વેરો નહીં ભરતા પાલિકા તંત્રએ મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરી હતી

મોરબી પાલિકાના ટેક્સ વિભાગના નરેન્દ્રસિંહ જાડેજા, દલસુખભાઈ પટેલ, મીઠાભાઈ પરમાર, લાખુભા ઝાલા અને કિશોરભાઈ ગોસ્વામીની ટીમ દ્વારા બાકી મિલકત વેરાની નોટીસ છતાં વેરો નહિ ભરનાર આસામીઓ પર તવાઈ ઉતારી હતી લાતીપ્લોટમાં આવેલી લક્ષ્મી ઓઈલમિલનો ,૩૨,૦૮૧ નો વેરો ભરવાનો બાકી હોય જે મિલકત સીલ કરવામાં આવી હતીજયારે જય ગણેશ ઓટો પેઢીને ,૩૪,૯૦૯ નો વેરો ભરવાનો બાકી હોય જે પાર્ટીએ પાલિકાની ટીમને ચેક આપી દીધો હતો ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આવેલ નાફેડની ઓફીસનું ,૯૨,૭૦૬ અને નવા બસ સ્ટેન્ડનો પણ ,૩૮,૯૮૭ રૂપિયાના વેરા ભરવાના બાકી હોય જે બંને સરકારી મિલકતોએ વહીવટી પ્રક્રિયા શરુ કરી છે અને જેના માટે મુદત આપવામાં આવી હતી તેમજ સામાકાંઠે આવેલી વર્ધમાન ટાઈલ્સ નામની પેઢીનો ,૧૭,૯૧૪ નો વેરો બાકી હોય જેને વેરો ભરવા તૈયારી દર્શાવી હતી જેને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવી હતી.

(9:58 pm IST)