Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઉપલેટા પોલીસ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફૂટ પેટ્રોલીંગ

 (ભરત દોશી દ્વારા) ઉપલેટા : ઉપલેટા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.આઇ. કે. કે. જાડેજા દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે અસામાજિક તત્‍વો દ્વારા કોઈ ખોટી પ્રવૃત્તિ કે ગેરકાયદેસર કાર્ય ન થાય, ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પુર્ણ થાય તેવા હેતુથી ગણોદ અને તણસવા ગામોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ જેમા સ્‍ટાફ દ્વારા બન્ને ગામના વિસ્‍તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અસામાજીક તત્‍વોને સ્‍પષ્ટ ચેતવણી આપી હતી. જાડેજાની કાર્યપદ્ધતિ કંઈક અલગ જ છે. ખોટી પ્રવૃત્તિઓને ડામવામાં તેઓ એક્‍સપર્ટ ગણાય છે. તેમની કામગીરીને લઇને પણ ઉપલેટા શહેર અને ગ્રામ્‍ય પંથકમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

(11:33 am IST)