Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

નાનું એવું કોંઢ ગામ વિશ્વમાં છવાયું.. ગૂગલે અવકાશ પરથી તસ્વીર લીધી

વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપ જે ખેડૂતો આધુનિક પધ્ધતિથી ખેતી કરી અંદાજે રૂ.૧૦૦ કરોડની આવક કરે છે, કચ્છ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦ થી વધારે આહલાદક તસ્વીરો જારી કરાઇ

વઢવાણ,તા.૧૫: પ્રગતિ ના પંથે જિલ્લાનું નાનું એવું કોંઢ ગામ વિશ્વ માં છવાયું છે. ગૂગલે અવકાશ પરથી તસવીર લીધી છે. વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપમાં સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખડૂતો આધુનિક પદ્ઘતિથી ખેતી કરી અંદાજે રૂ. ૧૦૦ કરોડની આવક કરે છે તે, કચ્છ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ છે.

ગૂગલે અવકાશમાંથી લીધેલી વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા ૨૫૦૦ જેટલી થવા પામી છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે.

એક હજાર જેટલા નવા લેન્ડસ્કેપમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામ અને તેની ફરતેના વિસ્તારનો સમાવેશ થાય છે. ૧૧ હજારની વસતીવાળા કોંઢ ફરતે ૨૫ હજાર એકર જમીન છે અને અહીના ખડૂતો આધુનિક પદ્ઘતિથી મુખ્યત્વે જીરુ, કપાસ, મગફળી, તલ અને બાગાયતી પાકોની ખેતી કરી અંદાજે રૂ. ૧૦૦ કરોડની આવક કરે છે. ઙ્ગગૂગલના બ્લોગ પોસ્ટ મુજબ, છેલ્લા દાયકાથી એન્ડ્રોઇડ યૂઝર્સે વોલપેપરને ક્રોમકોસ્ટ અને ગૂગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. રાજયના કચ્છ, જામનગર, દ્રારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ છે.

(11:44 am IST)