Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જામનગરમાં સીસીટીવી કેમેરા કાર્યરત : પહેલા જ દિવસે 47 વાહનો ઝપટે :ઈ -મેમો ફટકાર્યા

47 પૈકી 35 વાહનચાલકો મોબાઇલ ઉપર વાત કરતા ઝડપાયા: 21 ત્રીપલ સવારી વાહન ચાલકોને મેમો મોકલાશે

જામનગર : શહેરમાં લગાવવામાં આવેલી પોલીસની તીસરી આંખ એકટીવ કરાયાના પ્રથમ દિવસે જ શહેરના 47 વાહન ચાલકો આંખે ચઢી ગયા હતાં.

           જામનગર પોલીસ દ્વારા આજથી શહેરમાં લગાવવામાં આવેલા 300થી વધુ સી.સી.ટી.વી. કાર્યરત કરવામાં આવ્યા છે. ગુન્હાખોરી ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા માટે લગાવાયેલા આ સીસીટીવી કેમેરા દ્વારા શહેરમાં આજથી ટ્રાફિક નિયમ ભંગ અંગે ઇ-મેમો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
          આ પ્રણાલીના પ્રારંભના આજે પ્રથમ દિવસે જ બોણીમાં 47 વાહન ચાલકોના ઇ-મેમો જનરેટ કરવામાં આવ્યા છે. આજે જનરેટ કરાયેલા મેમોમાં મોટાભાગે ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરતા વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતાં. 47 પૈકી 35 વાહનચાલકો મોબાઇલ ઉપર વાત કરતા ઝડપાયા હતાં. જ્યારે 21 ત્રીપલ સવારી વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યાં હોવાનું કમાંડ ક્ધટ્રોલના સુત્રોએ જણાવ્યું છે. એક ફોર વ્હીલ વાહન ચાલકનો પણ મેમો જનરેટ કરવામાં આવ્યો છે.
આમ પ્રથમ દિવસે જ ટ્રાફિકના નિયમના ભંગ અંગે 47 વાહન ચાલકો તીસરી આંખની ઝપટે ચઢી ગયા હતાં.

(8:45 pm IST)