Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં લૂંટના આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

વઢવાણ તા. ૧૫ : થોડા દિવસો પહેલા શહેરના મેઈન રોડ પર આવેલ દ્વારકેશના ડેલામાં પહેલે માળે પટેલ માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીની ઓફીસના કર્મચારી અરજણભાઈ રબારીને હથોડી જેવા હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી પેઢીના ટેબલમાં રાખેલ રોકડ રૂ.૧.૬૦ લાખની લુંટ ચલાવી બે શખ્સો નાસી છુટયાં હતાં જે અંગે પેઢીના મેનેજર અરવિંદભાઈ સીંધવે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ ડીએસપી, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની અલગ-અલગ ટીમોએ લુંટના બે આરોપીઓ ઘનશ્યામભાઈ રમણીકભાઈ સતાપરા (પ્રજાપતિ) અને પંકજભાઈ હિરાલાલ રાજગોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.ઙ્ગ

જેમની પુછપરછમાં વધુ એક આરોપીનું નામ બહાર આવ્યું હતું ત્યારે આ ત્રીજા આરોપી રાજકુમાર જેરામભાઈ ઠાકુરને પણ ઝડપી પાડી લુંટનો ભેદ ઉકેલ્યો હતો પરંતુ દિન દહાડે આંગડીયા પેઢીમાં લુંટના બનાવથી પોલીસના પેટ્રોલીંગ સામે પણ અનેક સવાલો ઉભા થયાં હતાં ત્યારે ફરી આ પ્રકારના ગુન્હાઓ ન બને અનેે અન્ય ગુન્હેગારોમાં પોલીસનો ડર બેસે તેવાં હેતુથી ઝડપાયેલ ત્રણેય આરોપીઓનું જાહેરમાં મેઈન રોડ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લુંટની ઘટનાનું પહેલેથી છેલ્લે સુધી રીકનસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું તેમજ આરોપીઓને આંગડીયા પેઢીની ઓફીસમાં લઈ જઈ પણ રીકનસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ તકે સીટી પીઆઈ એ.એચ.ગોરી, પીએસઆઈ એમ.ટી.વાણંદ સહિત સ્ટાફના ધનરાજસિંહ વગેરે હાજર રહ્યાં હતાં.

ઙ્ગઅત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી સુચનાથી એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં આંગડીયા પેઢીના લુંટનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી હતી. અન્ય ગુન્હેગારોમાં ડર પણ જોવા મળ્યો હતો.

(12:54 pm IST)