Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જૂનાગઢ સરસ્વતી સ્કૂલમાં વેલેન્ટાઇન ડેની વિશિષ્ટ ઉજવણી

જૂનાગઢઃ જૂનાગઢમાં માંગનાથ રોડ પર ચાલતી સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, શ્રી રદ્યુભાઈ ખીમાણી તથા સાગરભાઈ ખીમાણીની યાદી જણાવે છે કે,તા. ૧૪ ફેબ્રુઆરી ના રોજ જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં વેલેન્ટાઇન  ડેની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમી સંસ્કૃતિની અસર હેઠળ વિદ્યાર્થીઓ તથા યુવાનો સમાજને ન શોભે તેવી પ્રવૃત્ત્િ। કરે છે ત્યારે શિક્ષણ સાથે સંસ્કાર આપતી સરસ્વતી સ્કૂલમાં આજે 'માતૃપિતૃ વંદના કાર્યક્રમ' નું  આયોજન કરવામાં આવ્યું હતું.

(12:50 pm IST)