Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જામનગરમાં ઝળહળ...

આપણા જ દેશનું આ રૂપકડું પક્ષી એટલે ઇન્ડીયન સ્કીમર (ઝળહળ) સુંદર મજાની લાલ ઝટાક મરચા જેવી ચાંચ ધરાવતું આ પક્ષી જામનગરમાં ઓગસ્ટથી માર્ચ સુધીના સમય ગાળામાં જોવા મળે છે અને ત્યારબાદ તે મધ્ય પ્રદેશની ચંબલ નદીના પટમાં નેસ્ટીંગ માટે જતા રહે છે..બહુ થોડી સંખ્યામાં આવતા આ પક્ષીઓની પાણીની સરફેસ પરથી માછલી પકડવાની ટેકનીકના કારણે તેને ગુજરાતીમાં ઝળહળ તરીકે ઓળખવામાં આવે છે. કુબ જ શાહી ગણાતું આ પક્ષી શાંત અને સુરક્ષીત સ્થળો પર વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(11:43 am IST)