Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહ લગ્નમાં દીકરીઓને હેલ્મેટ તથા તુલસી કયારો અપાયાં

મોરબી,તા.૧૫: મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં ૧૮ જયારે થાનમાં ૧૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્નમાં દીકરીઓને હેલ્મેટ તેમજ તુલસી કયારો આપીને સમાજને નવી રાહ ચીંધી છે ઙ્ગ

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના ૩૩ માં સમૂહ લગ્ન યોજાયા હતા સાથે જ થાન ખાતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડાનાર તમામ દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટસ્વરૂપે આપવામાં આવી હતી જેમાં દાગીના ઉપરાંત સરકારે હેલ્મેટ ફરજીયાત કર્યું હોય જેથી હેલ્મેટ અને તુલસીકયારેઓ તેમજ ભાગવત ગીતા પણ ભેટ સ્વરૂપે આપી હતી સાથે જ તમામ દીકરીઓને ૫ હજાર એકસોની ફિકસ ડીપોઝીટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીવચન પાઠવવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબીમાં સમુહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ગોકળભાઈ અંણદાભાઈ ભોરણીયા , પ્રવીણભાઈ વારનેશિયા અને થાનમાં અમરશીભાઈ અંદોદરિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(11:40 am IST)