Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પોરબંદરમાં કલરવ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

પોરબંદર : કલરવનો નવા વર્ષના પ્રથમ ત્રણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ પ્રમુખ બલરાજભાઇ પાડલીયાએ જણાવ્યુ કે પિતાશ્રી જે કલરવના સ્થાપક પ્રમુખ હતા તેમની પુણ્યતિથિએ આ સભારંભનુ આયોજન થયુ. સાહિત્યકાર નરોતમભાઇ પલાણના ૬૧માં પુસ્તક વિતાનનુ વિમોચન કરવામાં આવ્યુ. કલરવની પ્રવૃતિઓને બિરદાવી ત્યા સંસ્થાને વધુ  આગળ લાવવાના મહત્વપુર્ણ સુચનો કર્યા તેમણે આ પુસ્તક ડો.સુરેખાબેન શાહને અર્પણ કર્યુ. પુસ્તકનો પરિચય ડો.રાહુલ જોશીએ કરાવ્યો હતો. ડો. સુરેખાબેને રમેશભાઇ ઝાલાનો પરિચય આપ્યો અને બાદમાં રમેશભાઇનું શાલ અને સન્માનપત્ર તથા સ્મૃતિચિહન આપી સન્માન ભાનુપ્રકાશ સ્વામીના હાથે કરાવ્યુ. શહેરની ૩૩ સંસ્થાઓ દ્વારા રમેશભાઇ ઝાલાનુ સન્માન કરાયુ. પ્રતિભાવમાં જણાવ્યુ કે નિતિમતાપુર્વક અને પ્રમાણિકતાપુર્વક જીવન ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને રાષ્ટ્રપ્રેમ આપોઆપ માણસને સમાજસેવા તરફ લઇ જાય છે. ભાનુપ્રકાશ સ્વામીએ તેમના આશિર્વચનમાં સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી ભાષાનુ મહત્વ સમજાવ્યુ. પલાણ સાહેબની વિધ્વતા બિરદાવતા સ્વામીજીએ કહ્યુ કે તેમનુ સંશોધન પુસ્તકરૂપે જલદી આકાર પામે તે જરૂરી છે. કલરવના પાંચ કવિઓએ પોતાની ધમાકેદાર રચનાઓ સંભળાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.  પ્રોગ્રામના આયોજનમાં પદુભાઇ રાયચુરા, ડો.સુરેખાબેન તથા ભરતભાઇ માખેતાએ સહકાર આપ્યો. ભરતભાઇ માખેચાએ આભાર માનતા જણાવેલ કે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સઘન પ્રયત્નો જરૂરી છે. પ્રોગ્રામનું સંચાલન કલરવના સેક્રેટરી પુષ્પાબેન જોશીએ કરેલ હતુ. પ્રોગ્રામમાં અશોકભાઇ ભદ્રેચા, ભરતભાઇ રાજાણી, હસુભાઇ બુધ્ધદેવ, ડો.જયેન્દ્ર કારીયા, ડો.સુરેશ ગાંધી, ભરતભાઇ રૂઘાણી, નીતાબેન વોરા, શૈલેષભાઇ પરમાર, માહી ગૃપના સભ્યો, સાંદિપનીના ઋષિકુમારો, અલ્તાફભાઇ રાઠોડ વગેરે મહાનુભાવો હાજર રહ્યા. પુસ્તક વિમોચન કરાયુ તે તસ્વીર.

(11:38 am IST)