Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જામજોધપુર વોર્ડનં.૭ના રહીશો ગંદકી કચરાની બાનમાં : પાલીકા તંત્ર મૌન !!

જામજોધપુર તા.૧પ : અહિના વોર્ડ નં.૭માં દલીત વિસ્તારમાં મુખ્ય રોડ પર જ છેલ્લા કેટલાક સમયથી ગંદકી કચરાના સામ્રાજય વચ્ચે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

અહી ગંદકી અને કચરા વચ્ચે ગટરો સતત છલકાય છે અહીથી વાહનચાલકો અથવા રાહદારીઓને નિકળવુ પણ કઠીન થઇ ગયુ છે. આ વિસ્તારમાંથી ભાજપના જ ૩ - ૩ કોર્પોરેટરો ચુટાયા છે છતા સામાન્ય ગંદકી જેવા પ્રશ્નો પણ ઉકેલાતા ન હોય લોકોમાં રોષ સાથે નારાજગી જોવા મળે છે.

અગાઉ પણ આ પ્રશ્ને ન.પા.એ ધ્યાન ન આપવા આ વિસ્તારના બાલમંદિરમાં રોજ સેકડો બાળકો ભણવા આવે છે છતા કઇ કાર્યવાહી નહી કરવા અગાઉ આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય સુધી રજૂઆત કરાયેલ ત્યારે સફાઇ થયેલ હવે ફરીથી શું ધારાસભ્યને જ રજૂઆત કરવી પડશે તેમ લોકો વ્યંગમાં જણાવી રહ્યા છે.

(11:37 am IST)