Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કુવાડવા ગ્રામ પંચાયતની ઓફીસ પાસે વરલી ફીચરનો જુગાર રમાડતો જગદીશ પકડાયો

અગાઉ ચકલા-પોપટના ચીત્રો ઉપર જુગાર રમાડતા પકડાયો'તો

રાજકોટ તા.૧પ : કુવાડવામાં આવેલ ગ્રામપંચાયતની ઓફીસ પાસે એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા બાવાજી શખ્સને પકડી લધી હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા એસીપી જે.એચ. સરવૈયાની સુચનાથી એસઓજી તથા પેરોલ ફલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી તથા હેડ કોન્સ બકુલભાઇ વાઘેલા, મહંમદ અઝરૂદ્ીન બુખારી તથા એસઓજીના કોન્સ કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, તથા અજયભાઇ શુકલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અજયભાઇ, કૃષ્ણદેવસિંહ, પ્રદિપસિંહ ગોહિલ તથા બકુલભાઇને મળેલી બાતમીના આધારે કુવાડવ ગામમાં દરોડો પાડી ગ્રામ પંચાયત પાસેથી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા જગદીશ રઘુભાઇ દુધરેજીયા (ઉ.૪પ) (રહે. કુવાડવા ગામ શીવાજી ગેઇટ ઠુમ્પર શેરી)ને પકડી લઇ રૂ.૧ર૦૬૦ ની રોકડ સહિતની  મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી જગદીશ અગાઉ ચકલા-પોપટના ચીત્રો પર જુગાર રમાડતા પકડાયો હતો.

(11:37 am IST)