Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

હળવદ અને ધ્રાંગધ્રાના દારૂના ગુન્હામાં વોન્ટેડ ભરત પકડાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડે સોલડી ગામેથી દબોચી લીધો

મોરબી, તા. ૧પ : મોરબી જીલ્લા એલસીબી પીઆઇ વી.બી. જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે બાતમીને આધારે હળવદ અને ધાંગધ્રા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી ભરત ભાલુભાઇ મેવાડા રહે. સોલડી ધ્રાંગધ્રા વાળાને સોલડી ગામેથી ઝડપી લઇને હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એલસીબી ટીમના વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સિદ્ધરાજભાઇ લોખીલ, ભગીરથભાઇ લોખીલ સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:36 am IST)