Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કાલે દ્વારકામાં માણેક પરિવાર દ્વારા ર૦મો સમૂહ લગ્નોત્સવ

૧ર૧ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશે : સંતો-મહંતો આર્શિવચન પાઠવશે : પબુભા માણેકની આગેવાનીમાં ભવ્ય આયોજન

દ્વારકા, તા. ૧પ : દ્વારકામાં કાલે તા. ૧૬ ને રવિવારે શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના ર૦મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન પબુભા વિરમભા માણેક (ધારાસભ્ય દ્વારકા-કલ્યાણપુર-પ્રમુખ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ)ની આગેવાનીમાં કરવામાં આવ્યું છે.

શ્રી સનાતન સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ, દ્વારકા ખાતે આયોજીત સમૂહ લગ્નના પ્રેરણાસ્તોત્ર સ્વ.શ્રી વિરમભા આશાભા માણેક છે. સમૂહ લગ્નના મુખ્ય યજમાન માંડણભા વિરમભા માણેક (ઓખા પોર્ટ) છે જયારે આયોજન ધારાસભ્ય અને સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ પબુભા વિરમભા માણેક છે.

આ સમૂહ લગ્નમાં ૧ર૧ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશે. શ્રી સમસ્ત ઓખા મંડળ ક્ષત્રિય વાઘેર યુવા મંડળે નવ દંપતિને શુભેચ્છા પાઠવી છે.

શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા તા. ૩૦-૧-ર૦ના શ્રી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ-દ્વારકા, તા. ૯-ર-ર૦ના શ્રી સમસ્ત કોળી સમાજ-જામરાવલ દ્વારા સમૂહ લગ્ન યોજાયા બાદ તા. ૧૬ ને રવિવારે શ્રી સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારકા તથા તા. ૧૭ ને સોમવારે વણકર સમાજ (અનુસુચિત જાતિ)ના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમૂહ લગ્નમાં તા. ૧૬ ને રવિવારે બપોરે ૧૧ વાગ્યે સત્કાર સમારંભ બપોરે ૧ર વાગ્યે હસ્ત મેળાપ, બોપરે ૧-૩૦ વાગ્યે મંગલફેરા, બપોરે ૧ થી ૩ સમૂહ ભોજન, બપોરે ૩ વાગ્યે સમૂહ દાંડીયા રાસ, તથા સાંજે ૪ વાગ્યે જાન વિદાય થશે.

નવદંપતિને શ્રી દંડીસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ શ્રી શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર શ્રી જગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજશ્રીના અંગત સચિવ, મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ.મા શ્રી કનકેશ્વરીદેવીજી, સ્વામીશ્રી કેશવાનંદજી મહારાજ, (સનાતન સેવા મંડળ-દ્વારકા) શ્રી સુબોધાનંદજી મહારાજ (સન્યાસ આશ્રમ-દ્વારકા), શ્રી મહંત બાપુ ગુરૂશ્રી દયારામબાપુ (શ્રી દયારામબાપા આશ્રમ-દ્વારકા), સ્વામીશ્રી શ્યામાનંદજી મહારાજ (ભારત સેવા આશ્રમ સંઘ-દ્વારકા), સંતશ્રી બ્રહ્મમુનિબાપુ (મહંતશ્રી બ્રહ્મમાજી મંદિર -મીયાણી), પ.પૂ. શાસ્ત્રી સ્વામી પ્રેમજીવદાસજી (જુનાગઢ વાળા-સ્વામીનારાયણ મંદિર-દ્વારકા), સ્વામી શ્રી ંદ્રપ્રસાદદાસજી (શ્રી સ્વામીનારાયણ ભકિતધામ-દ્વારકા), શ્રી જીવણનાથબાપુ ગુરૂશ્રી કરણનાથબાપુ (મહંતશ્રી આહિર જ્ઞાતિ-સમસ્ત દ્વારકા) મહંતશ્રી બજરંગદાસ મહારાજ (જગન્નાથ મંદિર-સર્વણ તીર્થ, સ્વામીશ્રી ગોવિંદપ્રસાદદાસજી (મહંતશ્રી સ્વામીનારાયણ આશ્રમ-દ્વારકા), સાર્દુરભા માનસિંગભા માણેક ઉપસ્થિત રહીને આર્શિવચન પાઠવશે.

અંતરીક્ષમાંથી સ્વ. વિરમભા આશાભા માણેક, સ્વ. મોંઘીબેન વિરમભા માણેક, સ્વ. અજાભા વિરમભા માણેક, સ્વ. પોલાભા વિરમભા માણેક, સ્વ. ભાવસિંહ વિરમભા માણેક, સ્વ. દિપેશભા અજાભા માણેક, સ્વ. ચંદ્રસિંહ પબુભા માણેકના આર્શિવાદ પ્રાપ્ત થયા છે.

સફળ બનાવવા માંડણભા વિરમભા માણેક, પબુભા વિરમભા માણેક, બળવંતસિંહ વિરમભા માણેક,કરમણભા વિરમભા માણેક, વિજયસિંહ માંડણભા માણેક, ભરતસિંહ માંડણભા માણેક, જયેશભા અજાભા માણેક, ધર્મેશસિંહ અજાભા માણેક, નરેન્દ્રસિંહ પબુભા માણેક, સહદેવસિંહ પબુભા માણેક, સુરજપાલસિંહ બળવંતસિંહ માણેક, હરપાલસિંહ પોલાભા માણેક, અર્જુનસિંહ પોલાભા માણેક, ચિ. પ્રાપ્તિ ભરતસિંહ માણેક, ચિ. શિવાંસી સહદેવસિંહ માણેક સહિત માણેક પરિવાર જહેમત ઉઠાવે છે.

(11:35 am IST)