Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મહુવામાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપવા જતા યુવકની હત્યા

સિમેન્ટનો બ્લોક ફટકારી હનીફભાઇ હસનભાઇ કાળવાતરને મુસેવા કાદરભાઇ આગવાને મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર તા. ૧પ :.. ભાવનગર જીલ્લાનાં મહુવામાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપવા જતાં યુવાનની સિમેન્ટનાં બ્લોક ફટકારી હત્યા કરવામાં આવ્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખુનનાં આ બનાવની વિગતો એવી છે કે મહુવાનાં ભાદ્રોડ ઝાપા વિસ્તાર, ઘાંચીવાડમાં રહેતાં અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હનીફભાઇ હસનભાઇ કાળવાતર ઉ.૪૦ એ આજ વિસ્તારમાં રહેતો મુસેબ કાદરભાઇ આગવાનને છોકરાવને વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં મુસેબે ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ને સિમેન્ટનાં બ્લોક વડે માથાનાં ભાગે ગંભીર ઇજાઓ કરી નાસી છૂટયો હતો.

દરમ્યાન હનીફભાઇને લોહીયાળ હાલતે હોસ્પીટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું. આ બનાવ  અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી મુસેળ આગવાનને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)