Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

બગસરાના કાગદડીમાં દિપડીના ૩ બચ્ચા જોવા મળ્યા

ખેડૂતની વાડીની ઓરડીમાંથી રેસ્કયુ કરીને વન વિભાગની ટીમ દ્વારા રેસ્કયુ સેન્ટરમાં ખસેડાયા

બગસરા તા. ૧પઃ અમરેલી જીલ્લાના બગસરામાં ખેડૂતની વાડીમાં દિપડીના ૩ બચ્ચા જોવા મળતા ખેડૂતોમાં ભારે ભય પ્રસરી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બગસરા તાલુકાના કાગદડી ગામે થોડા દિવસ પહેલા ગામમાં કુતરાને દીપડા લઇ ગયેલ ત્યારે ગામના લોકોએ વન વિભાગ જાણ કરેલ ત્યારે પછી વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં પાંજરૂ મુકતા તે પાંજરામાં દીપડી પુરાઇ ગયેલ હતી.

ત્યારબાદ આજે રમેશભાઇ કાનાણીની ઓરડીમાં દિપડીના ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા વન વિભાગને ગામના લોકોએ જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડીના બચ્ચાને રેસ્કયુ હાથ ધરેલ હતું.

વન વિભાગ દ્વારા પકડાયેલ દિપડીને રેસ્કયુ સેન્ટર ખાતે રાખેલ છે ત્યાં આ ત્રણેય બચ્ચાને ત્યાં લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર બગસરા તાલુકામાં દિપડાનો ભય વધુને વધુ હોવાથી લોકોનો ભયનો માહોલ યથાવત જોવા મળ્યો છે.

લોકોની માંગણી છે કે આ જંગલી પશુને રેવન્યુ વિસ્તારમાંથી લઇ જઇને જંગલમાં છોડવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરી છે.

(11:29 am IST)