Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મોરબી એલસીબીનો સપાટો:પંચાસરા ગામમાં જુગાર રમતા

11 પત્તાપ્રેમીઓ પકડાયા ;13,78 લાખનો મુદામાલ જપ્ત

 

મોરબી: એલ.સી.બી. પંચાસર ગામમાં જુગાર રમતા ૧૧ પતા પ્રેમીઓને પકડી [પાડીને રોકડ,કાર,બાઈક અને મોબાઈલ સહિત 13.૭૮ લાખ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

અંગેની વિગત મુજબ મોરબીના જીલ્લા  પોલીસવડા  જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસ સુચાનાથી એલ.સી.બી. ટીમે મળેલી બાતમીના આધરે પંચાસર ગામમાં શકિતસિંહ દિલીપસિંહ ઝાલાના વાડાના રૂમમાં દરોડો પાડતા સંદિપભાઇ બાબુભાઇ દેત્રોજા, વિપુલભાઇ પટેલ, રાજેશભાઇ કરશનભાઇ આદ્રોજા, ભરતભાઇ માવજીભાઇ વિડજા, કપીલભાઇ ભગવાનજીભાઇ અઘારા, સાવનભાઇ સવજીભાઇ ઓગણજા, મહોબતભાઇ પીરૂભાઇ પઠાણ, નરેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ માકાસણા, ગૌરાંગભાઇ મણીકાંતભાઇ મહેતા, જીવરાજભાઇ કાનજીભાઇ નાકીયા અને લવજીભાઇ પ્રેમજીભાઇ આદ્રોજા સહિતના ૧૧ પતા પ્રેમીઓને પતા ટીચતા રંગે હાથ જડપી લીધા હતા

  પકડાયેલા પાસેથી પોલીસે રોકડા .૭૫ લાખ, 13 મોબાઈલ ૫૩ હજાર , બાઈક ૫૦ હજાર, કાર ૧૦ લાખ કુલ 13.૭૮ લાખથી વધુના મુદામાલ સાથે જડપી લીધા હતા વધુમાં મળતી વિગત મુજબ સંદીપ દેત્રોજા અને વિપુલ પટેલ બને બહારથી માણસો બોલાવીની જુગાર રમાડતા હતા જેમાં વિપુલ પટેલને જડ્પવાનો બાકી છે  હાલ એલ.સી.બી. તાલુકા પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે

(12:10 am IST)