Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધ્રોલ પાસે રૂ. ૧.૬૦ લાખના દારૂ સાથે ધરપકડઃ ૬ ફરાર

 જામનગર તા. ૧૫ :  ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. એ.ડી.વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, રાજકોટ – જામનગર હાઈવે, સ્વામીનારાયણ પાર્ક સોસાયટી, ધ્રોલ પાસે આ કામના આરોપી બાબુભાઈ જાપડાભાઈ સગોડ, ગગજી ભીખાભાઈ જખાણીયા, ભુદરભાઈ વરસીંગભાઈ ભુરીયા, બળવતંભાઈ નાથીયાભાઈ સગોડ, પુનાભાઈ મગનભાઈ સગોડ, બલીબેન બાદરાભાઈ શબ્બુરભાઈ સગોડ, લીલાબેન મળુભાઈ કાનજીભાઈ પરમાર, રે. પાંવગામ, તા.ધનુપર, જી.દાહોડ વાળાઓ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે લઈ આવી આકામનો આરોપી ગગજી ભીખાભાઈ જખાણીયાએ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી આરોપીઓએ પોનાના કબ્જામાં ઈંગ્લીશ દારૂની મોટી બોટલ નંગ–૪૦, કિંમત રૂ.૧ર૦૦૦ તથા નાની ઈંગ્લીશ દારૂની બોટલો (ચપ્ટા) નંગ–૧૬૦૦ કિંમત રૂ.૧,૬૦,૦૦૦ તથા એક મોટરસાયકલ નં. જી.જે.૦૩ સીએસ–ર૧પપ કિંમત રૂ.રપ૦૦૦ એમ કુલ મુદામાલ રૂ.૧,૯૭,૦૦૦ ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન આરોપી ગગજી ભીખાભાઈ જખાણીયા પકડાઈ ગયેલ છે તથા બીજા આરોપી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સપના ગાર્ડન પાસે દારૂ સાથે બે ઝડપાયા : એક ફરાર

 અહીં પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. કમલેશભાઈ દેવરાજભાઈ રબારીએ ફરીયાદ નોંધાવી છે કે લાલપુર ચોકડી, સપના ગાર્ડન પાસે સંજય અશોકભાઈ રાઠોડ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા માનસંગજી દેદા જાડેજા, પ્રદિપસિંહ ઉર્ફે કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો રણજીતસિંહ ભટ્ટી  રે. જામનગરવાળા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસપરમીટ વગર ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–ર કિંમત રૂ.૮૦૦ રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી રાજેન્દ્રસિંહ ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિકકામાં જુગાર રમતા બે ઝડપાયા : એક ફરાર

સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વી.એમ.મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે સિકકા નાઝ સીનેમા રોડ પાસે કાસમ મુસા સુંભળીયા, અબ્દુલ સુલેમાન સંભળીયા, જાફર સીદીક ચબા જાતે વાઘેર, સાજીદ ઈંડા કળી વાળો રે. સિકકા તા.જિ. જામનગરવાળાઓ જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસા થી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની લેતી દેતી કરી હારજીત કરી જુગાર રમી રોકડ રૂ.૧૧૦પ૦ તથા એક મોટર સાયકલ રૂ.ર૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૧૦પ૦ સાથે રેઈડ દરમ્યાન બે ઝડપાયા એક ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:27 pm IST)