News of Thursday, 15th February 2018

પોરબંદરમાં હાશમીમીંયાનું આગમન : ચોપાટી મેદાન ખાતે સંમેલન

પોરબંદર, તા. ૧પ : પોરબંદર ખાતે પંજેતની ગ્રુપ દ્વારા 'મેરા ભારત મહાન' મહાસંમેલનનું સમગ્ર સૌરાષ્ટ્ર લેવલનું નગરપાલિકા પાર્ટી પ્લોટ, ચોપાટી મેદાન ખાતે આજે સાંજે મગરીબની નમાઝ બાદ રાખવામાં આવેલ છે.

આ 'મેરા ભારત મહાન' મહાસંમેલનમાં આબરૂ-એ-એહલે સુન્નત, તાજદારે મુલ્કે ખિતાબ, શેહઝાદા-એ-મખદુમુલ-મિલ્લત, ફરઝંદે-મોહદિસે આઝમે હિન્દ, શહનશાહે ખિતાબ, અલ્હાજ પીરે તરીકત હુઝુર ગાઝીએ મિલ્લત સૈયાદ મુહમ્મદ હાશમીમીંયા (અશરીફ યુલ જીલ્લાની, કીછૌછા શરીફ) ખાસ ઉપસ્થિત રહેવના છે.

હુઝુર ગાઝીએ મિલ્લત સયદ મુહમ્મદ હાશમીમીંયાના સમગ્ર વિશ્વમાં કરોડોની સંખ્યામાં અનુયાયીઓ છે અને ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભારે લોકચાહના ધરાવતા ધર્મગુરૂઓની યાદીમાં આવે છે અને સમગ્ર ભારત દેશના સુન્ની મુસ્લિમના 'શેર' તરીકે તેઓ ઓળખાય છે અને સમગ્ર વિશ્વમાં તેઓ શાંતિ-ભાઇચારો અને અમન, દેશપ્રેમનો સંદેશો લઇને ચાલે છે અને આજ સંદેશો લઇ તેઓ પોરબંદરમાં આવી રહ્યાં છે.

'મેરા ભારત મહાન' મહાસંમેલનમાં દેશ પ્રતયેની સાચી લાગણી પેદા થાય તેમજ દેશબંધુઓ સાથે હળીમળીને અને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી પેદા થાય અને ભાઇચારાની ભાવના વધે અને એકબીજા હળીમળીને રહે અને પોતાના દેશ પ્રત્યે વફાદારી કેળવે તે જ સાચી સદ્ભાવના છે તે હેતુસર આ સૌરાષ્ટ્ર લેવલનો મહાસંમેલન રાખેલ છે.

આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી મોટી મોટી ખાનકાઓના પીરે તરીકતો અને સુફીસંતો અને સાદાતે કીરામ ઉલમાએ કીરામ સહિતના હજારોની સંખ્યામાં દરેક ગામ શહેરમાંથી મુસ્લિમ આગેવાનો અને ચાહકો ઉપસ્થિત રહેવાના છે.

આ 'મેરા ભારત મહાન' નગરપાલિકા પાર્ટી પ્લોટ, એસ.ટી. રોડ, ચોપાટી મેદાન પાસે, સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી રાખેલ છે. જેમાં પ્રબર વકતા હાશમીમીંયા પોતાનું સંબોધન આપનાર હોઇ ચોપાટી મેદાન નારાથી ગાજી ઉઠશે તેમ આરીફ મલેકની યાદી જણાવે છે.

(4:26 pm IST)
  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST