Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પડધરીના દેપાળીયા પાસે ટ્રેકટર અને આઇસર વચ્ચે અકસ્માતમાં કાંતીભાઇ બોડાનું મોત

સરપદડના પટેલ પ્રૌઢ દેપાળીયા જતા'તાઃ પટેલ પરિવારમાં અરેરાટી

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

રાજકોટ/પડધરી, તા., ૧૫: પડધરી તાલુકાના દેપાળીયા ગામ પાસે આઇસર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા સરપદડના પટેલ પ્રૌઢનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સરપદળમાં રહેતા કાંતીભાઇ ગાંડુભાઇ બોડા (ઉ.વ.પર) ગઇકાલે પોતાનું જીજે ૩ કે ૭૩પ૭ નંબરનું ટ્રેકટર લઇને દેપાળીયા જતા હતા ત્યારે દેપાળીયા ગામ પાસે જીજે ૧૦ ઝેડ ૬૧પ૮ ના ચાલકે પુરઝડપે આઇસર ચલાવી ટ્રેકટર સાથે અથડાવતા કાંતીભાઇ બોડાને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. મૃતક કાંતીભાઇ ખેતી કરતા હતા. તેઓ એક પુત્ર ચીરાગ બોડા (ઉ.વ.ર૭) રાજકોટ નાણાવટી ચોક ભરતવનમાં રહે છે. આ બનાવ અંગે પડધરી પોલીસ સ્થળ પર પહોંચી મૃતક કાંતીભાઇના પુત્ર ચીરાગની ફરીયાદ પરથી આઇસર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.

આ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને રોડ વચ્ચે અકસ્માતગ્રસ્ત વાહનો પડયા હોવાથી એક બાજુનો રસ્તો થોડીવાર માટે બંધ કરી દેવો પડયો હતો. ત્યાર બાદ પુનઃ વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.

(1:09 pm IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST