Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જેતપુર પાસે કારમાં ૨૦૦ લીટર દારૂ સાથે કમલેશ, કરૂણ અને હિતેશ પકડાયા

જેતપુર તા. ૧૫ : જેતપુર રોડ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇન્ડીકા કારમાં ૨૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને નાબુદ કરવા માટે આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા જે.વી.વાઢીયા, બી.એચ.માલીવાડ, દિનેશભાઇ તથા રાજુભાઇ વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી રાહે મળેલ ચોક્કસ હકીકત આધારે જુનાગઢથી જેતપુર રોડ પરથી કરણ અમનભાઇ દે.પુ. કમલેશ પ્રતાપભાઇ ચંદારાણા અને હિતેશ શંભુ દેવીપૂજક (રહે. જુનાગઢ)ને ઇન્ડીકા કાર નં. જીજે૧૧-ઇ-૯૦૫૯ કિં.રૂ. ૫૦,૦૦૦માં દેશી દારૂના બુંગીયા નં. ૪૦ દરેકમાં દારૂ લી. પાંચ મળી કુલ દેશી દારૂ લી. ૨૦૦ કિં. રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ. ૪૫૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

(12:44 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST